કીર્તન મુક્તાવલી

ગુરુદેવનાં ચરણમાં કરીએ કરોડ વંદન

૧-૫૫: અજાણ્ય

Category: પ્રાર્થના

 ગુરુદેવનાં ચરણમાં કરીએ કરોડ વંદન,

 પરબ્રહ્મનાં ચરણમાં કરીએ કરોડ વંદન... ꠶ટેક

ભવજળને તારનારા, નાવિક તમે અમારા;

  હે દીનબંધુ પ્યારા... કરીએ꠶ ૧

અમે દીન હીન આવ્યા, ના સાથ કાંઈ લાવ્યા;

  તમે પ્રેમથી સ્વીકાર્યા... કરીએ꠶ ૨

હે શ્રીહરિના સાથી, શ્રીજી સમા પ્રતાપી;

  અંતર વસેલ સાક્ષી... કરીએ꠶ ૩

તમે જ્ઞાનવાણી વરસ્યા, અમે તોય રહ્યા તરસ્યા;

  અરે! તોય હૈયાં હરખ્યાં... કરીએ꠶ ૪

વસજો સદા નયનમાં, અને રાખજો શરણમાં;

  અમ વાસ હો ચરણમાં... કરીએ꠶ ૫

Gurudevnā charaṇmā karīe karoḍ vandan

1-55: unknown

Category: Prarthana

Gurudevnā charaṇmā karīe karoḍ vandan,

Parabrahmanā charaṇmā karīe karoḍ vandan...

Bhavjaḷne tārnārā, nāvik tame amārā;

 He Dīnbandhu pyārā... karīe 1

Ame dīn hīn āvyā, nā sāth kāī lāvyā;

 Tame premthī svīkāryā... karīe 2

He Shrīharinā sāthī, Shrījī samā pratāpī;

 Antar vasel sākshī... karīe 3

Tame gnānvāṇī varsyā, ame toy rahyā tarsyā;

 Are! Toy haiyā harakhyā... karīe 4

Vasjo sadā nayanmā, ane rākhjo sharaṇmā;

 Am vās ho charaṇmā... karīe 5

loading