કીર્તન મુક્તાવલી
પ્રગટ મળિયા પ્રભુજી જેને એનો બેડો પાર છે
૨-૫૬: વલ્લભદાસ
Category: શ્રીહરિનાં પદો
પ્રગટ મળિયા પ્રભુજી જેને, એનો બેડો પાર છે... ꠶ટેક
પ્રગટ મળે સંત કાં શ્રીહરિ, ત્યારે ભક્ત કહેવાય છે;
જાણ્યા વિના જગદીશને, ગાફલ ગોથા ખાય છે... ꠶ ૧
શાસ્ત્ર પઠન કરીને જગમાં, પંડિતો કહેવાય છે;
અવિનાશીને ઓળખવામાં, ભણેલા ભૂલી જાય છે... ꠶ ૨
વ્રજ વનિતા ને કપિ વૃંદ કોટિ, પ્રભુ સાથે એ પૂજાય છે;
પારસમણિનો સ્પર્શ થાય ત્યાં, લોઢું કંચન થાય છે... ꠶ ૩
દાદા ખાચર ને પરવતભાઈના, ગ્રંથોમાં નામ ગવાય છે;
ભેટ્યા નાથને ભવ દુઃખ ભાગ્યા, આનંદ અંગે ઉભરાય છે... ꠶ ૪
સંતો ને યોગેશ્વર જુઓ, નંદ જેવા નિરખાય છે;
સંત સ્વરૂપે શ્રીજી મળિયા, ‘વલ્લભ’ ગુણલા ગાય છે... ꠶ ૫
Pragaṭ maḷiyā Prabhujī jene eno beḍo pār chhe
2-56: Vallabhdas
Category: Shri Harina Pad
Pragaṭ maḷiyā Prabhujī jene, eno beḍo pār chhe... °ṭek
Pragaṭ maḷe sant kā Shrī Hari, tyāre bhakta kahevāy chhe;
Jāṇyā vinā Jagdīshne, gāfal gothā khāy chhe... ° 1
Shāstra paṭhan karīne jagmā, panḍito kahevāy chhe;
Avināshīne oḷakhavāmā, bhaṇelā bhūlī jāy chhe... ° 2
Vraj Vanitā ne Kapi vṛunda koṭi, Prabhu sāthe e pūjāy chhe;
Pārasmaṇino sparsha thāy tyā, loḍhu kanchan thāy chhe... ° 3
Dādā khāchar ne Paravatbhāīnā, granthomā nām gavāy chhe;
Bheṭyā Nāthne bhav dukh bhāgyā, ānand ange ubharāy chhe... ° 4
Santo ne Yogeshvar juo, nand jevā nirakhāy chhe;
Sant swarūpe Shrījī maḷiyā, ‘Vallabh’ guṇlā gāy chhe... ° 5