કીર્તન મુક્તાવલી
સંગત તેને શું કરે જઈને કુબુદ્ધિમાં ધરે કાન
૧-૫૬૧: પ્રીતમદાસ
Category: ઉપદેશનાં પદો
સંગત તેને શું કરે, જઈને કુબુદ્ધિમાં ધરે કાન꠶ ટેક
મરી કપૂર બેઉ ભેગાં રહેતા રે, નિરંતર કરી એક વાસ;
તોય તીખાશ એની ન ટળી રે, એની કુબુદ્ધિમાં નાવ્યો બરાસ꠶ ૧
ચંદન ભેળો વીંટીને રે’તો રે, રાત દિવસ ભોયંગ;
તોય કંઠેથી વિષ ન ગયું રે, એને ન આવી શીતળતા અંગ꠶ ૨
રાણી ને દાસી ભેગા રહેતાં રે, જમતાં નિત્ય કરી પ્રીત;
તોય શાણી સમજી નહિ રે, એને ન આવી રાજકુળની રીત꠶ ૩
મોટો ખર એક બાંધિયો રે, રાજતણી ઘોડશાળ;
બોલી ઠોલી તો બદલી નહિ રે, ચંદી ખાતો’તો હારોહાર꠶ ૪
દાદુર રહેતો તળાવમાં રે, નિત્ય કમળ સુપાસ;
કલબલ કરતો કીચમાં રે, એને ન આવી કમળની સુવાસ꠶ ૫
પથ્થર રહેતો પાણીમાં રે, ઊંડો કરીને નિવાસ;
પ્રીતમ કહે ટાંકણે તણખા ઝરે રે, એને ન લાગ્યો પાણીનો પાશ꠶ ૬
Sangat tene shu kare jaīne kubuddhimā dhare kān
1-561: Pritamdas
Category: Updeshna Pad
Sangat tene shu kare, jaīne kubuddhimā dhare kān° ṭek
Marī kapūr beu bhegā rahetā re, nirantar karī ek vās;
Toy tīkhāsh enī na ṭaḷī re, enī kubuddhimā nāvyo barās° 1
Chandan bheḷo vīnṭīne re’to re, rāt divas bhoyang;
Toy kanṭhethī viṣh na gayu re, ene na āvī shītaḷatā ang° 2
Rāṇī ne dāsī bhegā rahetā re, jamatā nitya karī prīt;
Toy shāṇī samajī nahi re, ene na āvī rājkuḷnī rīt° 3
Moṭo khar ek bāndhiyo re, rājtaṇī ghoḍshāḷ;
Bolī ṭholī to badalī nahi re, chandī khāto’to hārohār° 4
Dādur raheto taḷāvmā re, nitya kamaḷ supās;
Kalbal karato kīchmā re, ene na āvī kamaḷnī suvās° 5
Paththar raheto pāṇīmā re, ūnḍo karīne nivās;
Prītam kahe ṭānkaṇe taṇakhā zare re, ene na lāgyo pāṇīno pāsh° 6