કીર્તન મુક્તાવલી
તારી એક એક પળ જાય લાખની
તારી એક એક પળ જાય લાખની,
તું તો માળા રે જપી લે ઘનશ્યામની... ꠶ટેક
ખાલી આવ્યા ખાલી જાશો, સાથે શું લાવ્યા લઈ જાશો;
જીવન ધન્ય રે બનાવો ભક્તિભાવથી... તું તો꠶ ૧
જૂઠા જગના જૂઠા ખેલ, મનવા મારું તારું મેલ;
તું તો છોડી દેને ચિંતા આખા ગામની... તું તો꠶ ૨
વહાલા યોગીજી મહારાજ, મારા ચિત્તલડાના ચોર;
મેં તો મૂરતિ જોઈ છે યોગીરાજની... તું તો꠶ ૩
હૈયે લાગી તાલાવેલી, આંખે આંસુડાની હેલી;
ભક્તો ચેતીને ચાલોને જમના મારથી... તું તો꠶ ૪
ભક્તિ ખાંડા કેરી ધાર, તેથી ઊતરવું ભવપાર;
જેને લાગી છે લગન ભગવાનમાં;
તે તો સુખેથી જાયે છે અક્ષરધામમાં... તું તો꠶ ૫
Tārī ek ek paḷ jāy lākhnī
Tārī ek ek paḷ jāy lākhnī,
tu to māḷā le japī le Ghanshyāmnī...
Khālī āvyā khālī jāsho, sāthe shu lāvyā laī jāsho;
Jīvan dhanya re banāvo bhakti bhāvthī... tuto 1
Jūthā jagnā jūthā khel, manvā maru tarru mel,
Tu to chhoḍī de ne chintā ākhā gāmnī... tuto 2
Vahālā Yogījī Mahārāj, mārā chittalḍānā chor,
Me to mūrti joī chhe Yogīrājnī... tuto 3
Haiye lāgī tālāvelī, ānkhe āsuḍānī helī;
Bhakto chetīne chālone Jamnā mārthī... tuto 4
Bhakti khānḍā kerī dhār,tethī ūtarvu bhavpār;
Jene lāgi chhe lagan Bhagwānmā;
te to sukhethi jaye chhe Akshardhāmmā... tuto 5