કીર્તન મુક્તાવલી

આનંદ આપ્યો અતિ ઘણો રે આ સમામાં અલબેલ

૧-૫૯૧: સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

Category: પ્રાપ્તિ ને મહિમાનાં પદો

આનંદ આપ્યો અતિ ઘણો રે; આ સમામાં અલબેલ,

 પુરુષોત્તમ પ્રગટી રે... ꠶ટેક

અમૃતના સિંધુ ઊલટ્યા રે, રંગડાની વાળી છે રેલ... પુરુષોત્તમ꠶ ૧

નિરભેની નોબતો વાગિયો રે, મળિયા મોહનરાય... પુરુષોત્તમ꠶ ૨

વિધવિધ થયાં વધામણાં રે, કસર ન રહી કાંય... પુરુષોત્તમ꠶ ૩

ખોટ ગઈ છે ખોવાઈને રે, જીતનાં જાંગી ઢોલ... પુરુષોત્તમ꠶ ૪

દુઃખ ગયું બહુ દનનું રે, આવિયું સુખ અતોલ... પુરુષોત્તમ꠶ ૫

કળશ ચઢાવ્યો કલ્યાણનો રે, સહુનાં મસ્તક પર મોડ... પુરુષોત્તમ꠶ ૬

ધન્ય ધન્ય આ અવતારને રે, જોવા રાખી નહીં જોડ... પુરુષોત્તમ꠶ ૭

સહુણા પારે સહુ ઉપરે રે, એવી ચલાવી છે રીત... પુરુષોત્તમ꠶ ૮

નો’તી દીઠી નો’તી સાંભળી રે, પ્રગટાવી એવી પુનિત... પુરુષોત્તમ꠶ ૯

સર્વેના સ્વામી શ્રીહરિ રે, સર્વેના કહાવિયા શ્યામ... પુરુષોત્તમ꠶ ૧૦

સર્વેના નિયંતા નાથજી રે, સર્વેનાં કરિયાં કામ... પુરુષોત્તમ꠶ ૧૧

સ્વામિનારાયણ નામનો રે, શક્કો બેસારિયો આપ... પુરુષોત્તમ꠶ ૧૨

એ નામને જે આશર્યા રે, તેના તે ટાળિયા તાપ... પુરુષોત્તમ꠶ ૧૩

ધામી જે અક્ષરધામના રે, તેણે આપ્યો છે આનંદ... પુરુષોત્તમ꠶ ૧૪

અખંડ આનંદ આપી જીવને રે, કાપ્યા ભારે ભવફંદ... પુરુષોત્તમ꠶ ૧૫

ખાતાં વળાવ્યાં છે ખોટનાં રે, ખરી કરાવી છે ખાટ્ય... પુરુષોત્તમ꠶ ૧૬

બંધ કીધાં બીજાં બારણાં રે, વહેતી કીધી અક્ષરવાટ... પુરુષોત્તમ꠶ ૧૭

તમ ટાળ્યું ત્રિલોકનું રે, પ્રકાશી પૂરણબ્રહ્મ... પુરુષોત્તમ꠶ ૧૮

અંધારું રહ્યું’તું આવરી રે, તે ગયું થયું સુગમ... પુરુષોત્તમ꠶ ૧૯

સૂરજ સહજાનંદજી રે, આપે થયા છે ઉદ્યોત... પુરુષોત્તમ꠶ ૨૦

પૂર્વની દિશાએ પ્રગટ્યા રે, ખોટા મોટા કર્યા ખદ્યોત... પુરુષોત્તમ꠶ ૨૧

અષાઢી મેઘે આવી કર્યાં રે, ઝાઝાં બીજાં ઝાકળ... પુરુષોત્તમ꠶ ૨૨

પૂર ચાલ્યાં પૃથ્વી ઉપરે રે, ધોયા ધરતીના મળ... પુરુષોત્તમ꠶ ૨૩

ગાજ વીજ ને વરસવું રે, અગમ સુગમ કર્યું સોય... પુરુષોત્તમ꠶ ૨૪

સહુ જનને સુખ આપિયું રે, દુઃખી રહ્યું નહિ કોઈ... પુરુષોત્તમ꠶ ૨૫

ધર્મનો ઢોલ સુણાવિયો રે, દેવા લાગ્યા પોતે દાત... પુરુષોત્તમ꠶ ૨૬

દુર્બળનાં દુઃખ કાપિયાં રે, ન જોઈ જાત-કુજાત... પુરુષોત્તમ꠶ ૨૭

ધન્ય ધન્ય મારા નાથજી રે, ધન્ય ઉદ્ધારિયા જન... પુરુષોત્તમ꠶ ૨૮

ધન્ય ધન્ય આ અવતારને રે, ભલે મળ્યા ભગવન... પુરુષોત્તમ꠶ ૨૯

વારે વારે જાઉં વારણે રે, કર્યાં અમારાં કાજ... પુરુષોત્તમ꠶ ૩૦

ઘણે હેતે ઘનશ્યામજી રે, મળ્યા અલબેલો આજ... પુરુષોત્તમ꠶ ૩૧

કહીએ મુખેથી કેટલું રે, આપ્યો છે જે આનંદ... પુરુષોત્તમ꠶ ૩૨

નિષ્કુળાનંદ જાય વારણે રે, સહેજે મળ્યા સહજાનંદ.... પુરુષોત્તમ꠶ ૩૩

(પુરુષોત્તમ પ્રકાશ: પ્ર. ૫૫)

Ānand āpyo ati ghaṇo re ā samāmā albel

1-591: Sadguru Nishkulanand Swami

Category: Prapti ne Mahimana Pad

Ānand āpyo ati ghaṇo re;

ā samāmā albel,

 Purushottam pragaṭī re...

Amrutnā sindhu ūlaṭyā re,

 rangḍānī vāḷī chhe rel... Pu 1

Nirbhenī nobato vāgiyo re,

 maḷīyā Mohanrāy... Pu 2

Vidhvidh thayā vadhāmṇā re,

 kasar na rahī kāy... Pu 3

Khoṭ gaī chhe khovāīne re,

 jītnā jāngī ḍhol... Pu 4

Dukh gayu bahu dannu re,

 āviyu sukh atol... Pu 5

Kaḷash chadhāvyo kalyāṇno re,

 sahunā mastak par moḍ..Pu 6

Dhanya dhanya ā avatārne re,

 jovā rākhī nahi joḍ... Pu 7

Sahunī pāre sahu upare re,

 evī chalāvī chhe rīt... Pu 8

No’tī dīthī no’ti sāmbhaḷī re,

 pragaṭāvī evī punit... Pu 9

Sarvenā Swāmī Shrī Hari re,

 sarvenā kahāviyā Shyām... Pu 10

Sarvenā niyantā Nāthjī re,

 sarvenā kariyā kām... Pu 11

Swāminārāyaṇ nāmno re,

 shakko besāriyo āp... Pu 12

E nāmne je āsharyā re,

 tenā te tāḷiyā tāp... Pu 13

Dhāmī je Akshardhāmnā re,

 teṇe āpyo chhe ānand... Pu 14

Akhanḍ ānand āpī jīvane re,

 kāpyā bhāre bhavfand... Pu 15

Khātā vaḷāvyā chhe khoṭnā re,

 kharī karāvī chhe khāṭya... Pu 16

Bandh kīdhā bījā bārṇā re,

 vahetī kīdhī Aksharvāṭ... Pu 17

Tam ṭāḷyu triloknu re,

 prakāshī pūraṇbrahma... Pu 18

Andhāru rahyu’tu āvrī re,

 te gayu thayu sugam... Pu 19

Suraj Sahajānandjī re,

 āpe thayā chhe udhyot... Pu 20

Pūrvanī dishāe pragaṭyā re,

 khoṭā moṭā karyā khadhyot... Pu 21

Ashāḍhī meghe āvī karyā re;

 jhājhā bījā jhākaḷ... Pu 22

Pūr chālyā pruthvī upare re,

 dhoyā dhartīnā maḷ... Pu 23

Gāj vij ne varasvu re,

 agam sugam karyu soy... Pu 24

Sahu janne sukh āpiyu re,

 dukhī rahyu nahi koī... Pu 25

Dharmano ḍhol suṇāviyo re,

 devā lāgyā pote dāt... Pu 26

Durbaḷnā dukh kāpiyā re,

 na joī jāt-kujāt... Pu 27

Dhanya dhanya mārā Nāthjī re,

 dhanya uddhāriyā jan... Pu 28

Dhanya dhanya ā avatārne re,

 bhale maḷyā Bhagwan... Pu 29

Vāre vāre jāu vārṇe re,

 karyā amārā kāj... Pu 30

Ghaṇe hete Ghanshyāmjī re,

 maḷyā albelo āj... Pu 31

Kahīe mukhethī keṭlu re,

 āpyo chhe je ānand... Pu 32

Nishkuḷānand jāy vārṇe re,

 saheje maḷyā Sahajānand... Pu 33

(Purushottam Prakash, Prakaran 55)

loading