કીર્તન મુક્તાવલી

આજ સખી આનંદની હેલી

૧-૫૯૨: જેરામ બ્રહ્મચારી

Category: પ્રાપ્તિ ને મહિમાનાં પદો

પદ - ૧

આજ સખી આનંદની હેલી, હરિમુખ જોઈને હું થઈ છું રે ઘેલી;

મહા રે મુનિના ધ્યાનમાં નાવે, તે રે શામળિયોજી મુજને બોલાવે. ૧

જે સુખને ભવ બ્રહ્મા રે ઇચ્છે, તે રે શામળિયોજી મુજને રે પ્રીછે;

ન ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠાં મળ્યા અક્ષરવાસી. ૨

તપ રે તીરથમાં હું કાંઈ નવ જાણું, સહેજે સહેજે હું તો સુખડાં રે માણું;

જેરામ કહે સ્વામી સહેજે રે મળિયા, વાતની વાતે વા’લો અઢળક ઢળિયા. ૩

Āj sakhī ānandnī helī

1-592: Jeram Brahmachari

Category: Prapti ne Mahimana Pad

Pad - 1

Āj sakhī ānandnī helī,

 Harimukh joīne hu thaī chhu re ghelī;

Mahā re muninā dhyānmā nāve,

 te re Shāmaḷiyojī mujne bolāve... 1

Je sukhne Bhav Brahmā re īchchhe,

 te re Shāmaḷiyojī mujne re prīchhe;

Na gaī Gangā Godāvarī Kāshī,

 gher beṭhā maḷyā Aksharvāsī... 2

Tap re tīrathmā hu kāī nav jāṇu,

 saheje saheje hu to sukhḍā re māṇu;

Jerām kahe Swāmī saheje re maḷiyā,

 vātnī vāte vā’lo aḍhaḷak ḍhaḷiyā... 3

loading