કીર્તન મુક્તાવલી

મહેર કરી મારે મંદિર આવ્યા

૧-૫૯૩: જેરામ બ્રહ્મચારી

Category: પ્રાપ્તિ ને મહિમાનાં પદો

પદ - ૨

મહેર કરી મારે મંદિર આવ્યા, થાળ ભરીને મોતીડે વધાવ્યા;

આનંદ અંગ ન માય મારી બેની, હરિવર ભેટતાં લજ્જા રે શાની. ૧

દુરિજન મન રે માને તેમ કહેજો, સ્વામીજી મારા રુદિયામાં રહેજો;

જે રે જોઈએ તે માગજો માવા, ત્રિકમ તમને હું નહિ દઉં જાવા. ૨

મુખથી રે ઝાઝું શું કહી દાખું, હરિવર મારા રુદિયામાં રાખું;

કોણ રે પુણ્યે હું હરિવર પામી, ભલે મળ્યા જેરામના સ્વામી. ૩

Maher karī māre mandir āvyā

1-593: Jeram Brahmachari

Category: Prapti ne Mahimana Pad

Pad - 2

Maher karī māre mandir āvyā,

 thāḷ bharīne motīḍe vadhāvyā;

Ānand ang na māy mārī benī,

 Harivar bhetatā lajjā re shānī... 1

Durijan man re māne tem kahejo,

 Swāmījī mārā rūdiyāmā rahejo;

Je re joīe te māgjo Māvā,

 Trikam tamne hu nahi dau jāvā... 2

Mukhthī te jhājhu shu kahī dākhu,

 Harivar mārā rūdiyāmā rākhu;

Koṇ re puṇye hu Harivar pāmī,

 bhale maḷyā Jerāmanā Swāmī... 3

Jaydeep Swadia

loading