કીર્તન મુક્તાવલી

પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે

૧-૫૯૪: જેરામ બ્રહ્મચારી

Category: પ્રાપ્તિ ને મહિમાનાં પદો

પદ - ૩

પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે, સ્વામિનારાયણ મળિયા રે ત્યારે;

નેણે મોહનવર નીરખ્યા જ્યારે, પૂરણકામ થયું મારું ત્યારે. ૧

પ્રેમે કરી મંદિર પધરાવ્યા, શ્યામ સુંદરવર મનડે રે ભાવ્યા;

નીરખી નારાયણ મૂર્તિ જ્યારે, ત્રિવિધ તાપ ટળ્યા મારા ત્યારે. ૨

કેસર ચંદન ચરચ્યું છે ભાલે, હસતાં સુંદર ખાડા પડે છે ગાલે;

કાનુમાં કુંડળ મકરાકાર શોભે, જેરામ કહે મન જોઈ જોઈ લોભે. ૩

Pūrvanu puṇya pragaṭ thayu jyāre

1-594: Jeram Brahmachari

Category: Prapti ne Mahimana Pad

Pad - 3

Pūrvanu puṇya pragaṭ thayu jyāre,

 Swāminārāyaṇ maḷiyā re tyāre;

Neṇe Mohanvar nīrakhyā jyāre,

 pūraṇkām thayu māru tyāre... 1

Preme karī mandir padhrāvyā,

 Shyām Sundarvar manaḍe re bhāvyā;

Nīrakhī Nārāyaṇ mūrti jyāre,

 trividh tāp ṭaḷyā mārā tyāre... 2

Kesar chandan charchyu chhe bhāle,

 hastā sundar khāḍā paḍe chhe gāle;

Kānumā kunḍaḷ makarākār shobhe,

 Jerām kahe man joī joī lobhe... 3

loading