કીર્તન મુક્તાવલી
શિર પર કેશ શોભે અતિ સારા
૧-૫૯૫: જેરામ બ્રહ્મચારી
Category: પ્રાપ્તિ ને મહિમાનાં પદો
પદ - ૪
શિર પર કેશ શોભે અતિ સારા, મોહનવર મારી આંખોના તારા;
ભૃકુટિ કુટિલ શોભી રહી સારી, જોઈ જોઈ મોહી સર્વે વ્રજનારી. ૧
હાર હૈયામાં પહેર્યા વનમાળી, ભ્રમર આવે તીયાં સુગંધ ભાળી;
બે સ્તન શ્યામ શોભે અતિ સારાં, જાણે ઊગ્યા આકાશમાં તારા. ૨
નાભિ નૌતમ ઊંડી છે ભારી, બ્રહ્મા બેસે ત્યાં આસન વાળી;
જાનું જુગલ શોભે અતિ સારા, જેરામ કહે દેખે દાસ તમારા. ૩
Shir par kesh shobhe ati sārā
1-595: Jeram Brahmachari
Category: Prapti ne Mahimana Pad
Pad - 4
Shir par kesh shobhe ati sārā,
Mohanvar mārī ānkhonā tārā;
Bhṛukuṭi kuṭil shobhī rahī sārī,
Joī joī mohī sarve vrajnārī. 1
Hār haiyāmā paheryā Vanmāḷī,
Bhramar āve tīyā sugandh bhāḷī;
Be stan Shyām shobhe ati sārā,
Jāṇe ūgyā ākāshmā tārā. 2
Nābhi nautam ūnḍī chhe bhārī,
Brahmā bese tyā āsan vāḷī;
Jānu jugal shobhe ati sārā,
Jerām kahe dekhe dās tamārā. 3