કીર્તન મુક્તાવલી

કેસરિયા માને હો

૧-૬: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: પ્રાર્થના

કેસરિયા માને હો, રખજ્યો રાજરો ગુલામ;

ચરણ પનૈયાં ગ્રહી કર આગે, ઊભો રહું આઠો જામ... કેસ꠶

હૂં ચાકર થારો દામ બિનારો, યે મારા ઠાકર શ્યામ;

જો હરિવર કાંઈ ચૂક પડે તો, કરજો તાડન લૈ લગામ... કેસ꠶

જ્યું રાજ રીઝો ત્યું હી કરુંગો, કરી છલકપટ હરામ;

પ્રેમાનંદને રાવલો જાણો, સબ વિધિ પૂરણ કામ... કેસ꠶

Kesariyā māne ho

1-6: Sadguru Premanand Swami

Category: Prarthana

Kesariyā māne ho, rakhajyo rājro gulām;

Charaṇ panaiyā grahī kar āge, ubho rahu āṭho jām...Kes 1

Hū chākar thāro dām bināro, ye mārā Ṭhākar Shyām;

Jo Harivar kāī chuk pade to, karjo tāḍan lai lagām...Kes 2

Jyu rāj rījho tyu hī karungo, karī chhalkapaṭ harām;

Premānandne rāvalo jāṇo, sab vidhi pūraṇ kām...Kes 3

loading