કીર્તન મુક્તાવલી

વા’લા લાગો છો વિશ્વ આધાર રે

૧-૬૦૦: સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

Category: પ્રાપ્તિ ને મહિમાનાં પદો

રાગ: ભૈરવી

પદ - ૧

વા’લા લાગો છો વિશ્વ આધાર રે, સગપણ તમ સાથે;

મેં તો સર્વે મેલ્યો (છે) સંસાર રે... સગપણ꠶ ૧

મારા મનમાં વસ્યા છો આવી શ્યામ રે... સગપણ꠶

તમ સારુ તજ્યાં ધન ધામ રે... સગપણ꠶ ૨

મારું મનડું લોભાણું તમ પાસ રે... સગપણ꠶

મુને નથી બીજાની આશ રે... સગપણ꠶ ૩

મારે માથે ધણી છો તમે એક રે... સગપણ꠶

મારી અખંડ નિભાવજો ટેક રે... સગપણ꠶ ૪

મેં તો દેહ ધર્યો છે તમ કાજ રે... સગપણ꠶

તમને જોઈ મોહી છું વ્રજરાજ રે... સગપણ꠶ ૫

હું તો હેતે વેચાણી તમ હાથ રે... સગપણ꠶

છો બ્રહ્માનંદના નાથ રે... સગપણ꠶ ૬

Vā’lā lāgo chho vishva ādhār re

1-600: Sadguru Brahmanand Swami

Category: Prapti ne Mahimana Pad

Raag(s): Bhairavi

Pad - 1

Vā’lā lāgo chho vishva ādhār re, sagpaṇ tam sāthe;

Me to sarve melyo (chhe) sansār re... Sagpaṇ° 1

Mārā manmā vasyā chho āvī Shyām re... Sagpaṇ°

Tam sāru tajyā dhan dhām re... Sagpaṇ° 2

Māru manḍu lobhāṇu tam pās re... Sagpaṇ°

Mune nathī bījānī āsh re... Sagpaṇ° 3

Māre māthe dhaṇī chho tame ek re... Sagpaṇ°

Mārī akhanḍ nibhāvajo ṭek re... Sagpaṇ° 4

Me to deh dharyo chhe tam kāj re... Sagpaṇ°

Tamane joī mohī chhu Vrajrāj re... Sagpaṇ° 5

Hu to hete vechāṇī tam hāth re... Sagpaṇ°

Chho Brahmānandnā Nāth re... Sagpaṇ° 6

loading