કીર્તન મુક્તાવલી
સહજાનંદ સ્વામી રે ન પ્રગટત આ સમે રે
૧-૬૦૮: સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી
Category: પ્રાપ્તિ ને મહિમાનાં પદો
પદ - ૧
સહજાનંદ સ્વામી રે, ન પ્રગટત આ સમે રે,
પ્રાણી કોઈ પામત નહીં ભવપાર રે;
મતિયાં ને પાખંડી રે, શબ્દની જાળમાં રે,
બાંધી બાંધી બોળત જીવ અપાર રે... સહજાનંદ꠶ ટેક
કામી ક્રોધી લોભી રે, ગુરુ થઈ બેસતા રે,
જતિ સતી જડત નહિ જગમાંય રે;
જ્ઞાન ને વૈરાગ્ય રે, ભક્તિ ઝૂરીને રે,
મરી ઝરી જાત ન લાધત ક્યાંય રે... સહજાનંદ꠶ ૧
કાળીંગાની ફોજું રે, કરત અતિ જોર ને રે,
કરી ગુરુ પંડિતમાં પરવેશ રે;
માંસ ને મદિરા રે, પરત્રિયા સંગથી રે,
ધર્મનો રહત નહિ લવ લેશ રે... સહજાનંદ꠶ ૨
વધત વટાળ રે, ઘણો આ સંસારમાં રે,
વર્ણ અઢારે થઈ એકતાર રે;
સંત ને અસંતમાં રે, કોઈ સમજત નહિ રે,
ભવજળ બૂડત સૌ સંસાર રે... સહજાનંદ꠶ ૩
નરકના પંથથી રે, કોઈ ન મૂકાવતા રે,
કોઈ ન કરત ભવસેતુ ઉદ્ધાર રે;
મુક્તાનંદ કહે છે રે, તેનાં દુઃખ ટાળિયાં રે,
જાઉં એને વારણે વારંવાર રે... સહજાનંદ꠶ ૪
Sahajānand Swāmī re na pragaṭat ā same re
1-608: Sadguru Muktanand Swami
Category: Prapti ne Mahimana Pad
Pad - 1
Sahajānand Swāmī re, na pragaṭat ā same re,
Prāṇī koī pāmat nahī bhavpār re;
Matiyā ne pākhanḍī re, shabdanī jāḷmā re,
Bāndhī bāndhī boḷat jīva apār re... Sahajānand
Kāmī krodhī lobhī re, guru thaī bestā re,
Jati satī jaḍat nahi jagmāy re;
Gnān ne vairāgya re, bhakti jhurīne re,
Marī jharī jāt na lādhat kyāy re... Sahajānand 1
Kāḷingānī foju re, karat ati jor ne re,
Karī guru panḍitmā parvesh re;
Māns ne madirā re, partriyā sangthī re,
Dharmano rahat nahi lav lesh re... Sahajānand 2
Vadhat vaṭāḷ re, ghaṇo ā sansārmā re,
Varṇa aḍhāre thaī ektār re;
Sant ne asantmā re, koī samjat nahi re,
Bhavjaḷ būḍat sau sansār re... Sahajānand 3
Naraknā panththī re, koī na mūkāvtā re,
Koī na karat bhavsetu uddhār re;
Muktānand kahe chhe re, tenā dukh ṭāḷiyā re,
Jāu ene vāraṇe vāramvār re... Sahajānand 4