કીર્તન મુક્તાવલી

અક્ષરના વાસી વહાલો આવ્યા અવનિ પર

૧-૬૨૦: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: પ્રાપ્તિ ને મહિમાનાં પદો

પદ - ૧

અક્ષરના વાસી વહાલો, આવ્યા અવનિ પર,

નવખંડ ધરતીમાં સ્વામી, છતરાયા ચાલે રાજ... અક્ષર꠶ ટેક

અવનિ પર આવી વહાલે, સત્સંગ સ્થાપ્યો,

હરિજનોને કોલ, કલ્યાણનો આપ્યો રાજ... અક્ષર꠶ ૧

પાંચે વર્તમાન પાળે, બાઈઓ ને ભાઈઓ,

હરિજન સંગાથે કીધી, સાચી સગાઈઓ રાજ... અક્ષર꠶ ૨

બાઈઓ દેખીને ભાઈઓ, છેટેરા ચાલે,

પડી વસ્તુ કોઈની, હાથે નવ ઝાલે રાજ... અક્ષર꠶ ૩

દેવના દેવ વહાલો, ધામના ધામી,

પ્રગટ પ્રભુનું નામ, સહજાનંદ સ્વામી રાજ... અક્ષર꠶ ૪

પ્રેમાનંદના સ્વામી, આનંદકારી,

પોતાના જનની વા’લે, લાજ વધારી રાજ... અક્ષર꠶ ૫

Aksharnā vāsī vahālo, āvyā avani par

1-620: Sadguru Premanand Swami

Category: Prapti ne Mahimana Pad

Pad - 1

Aksharnā vāsī vahālo, āvyā avani par,

 Navkhanḍ dhartīmā Swāmī, chhatrāyā chāle rāj...

Avani par āvī vahāle satsang sthāpyo

 Harijanone kol, kalyāṇno āpyo rāj... Akshar 1

Pānche vartmān pāḷe, bāīo ne bhāīo,

 Harijan sangāthe kīdhī, sāchī sagāīo rāj... Akshar 2

Bāīo dekhīne bhāīo, chheṭerā chāle,

 Paḍī vastu koīnī, hāthe nav jhāle rāj... Akshar 3

Devnā dev vahālo, dhāmnā Dhāmī,

 Pragaṭ Prabhunu nām, Sahajānand Swāmī rāj... Akshar 4

Premānandnā Swāmī, ānandkārī,

 Potānā jannī vā’le, lāj vadhārī rāj... Akshar 5

loading