કીર્તન મુક્તાવલી

ધર્મને લાલે મુને હેતે બોલાવી

૧-૬૨૧: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: પ્રાપ્તિ ને મહિમાનાં પદો

પદ - ૨

ધર્મને લાલે મુને, હેતે બોલાવી,

એકાંતની વાત, મરમે સમજાવી રાજ... ધર્મને꠶ ૧

મૂળ માયાનાં બંધન, કાપવા આવ્યા,

ધામ ધામના વાસી, આદિ બોલાવ્યા રાજ... ધર્મને꠶ ૨

મૂળ અક્ષર પણ, શ્રી હરિ સંગે,

મુક્ત મંડળને વહાલો, લાવ્યા ઉમંગે રાજ... ધર્મને꠶ ૩

નવે ગ્રહમાં જેમ, ભાનુ વિના તમ,

દૂર ન થાય કરે, કોટિક કર્મ રાજ... ધર્મને꠶ ૪

પ્રેમાનંદનો સ્વામી, પ્રાણસનેહી,

બદ્ધ જીવોને વા’લે, કર્યા વિદેહી રાજ... ધર્મને꠶ ૫

શ્રમ

Dharmane lāle mune hete bolāvī

1-621: Sadguru Premanand Swami

Category: Prapti ne Mahimana Pad

Pad - 2

Dharmane lāle mune, hete bolāvī,

 Ekāntnī vāt, marme samjāvī rāj... Dharmane 1

Mūḷ māyānā bandhan, kāpvā āvyā,

 Dhām dhāmnā vāsī, ādi bolāvyā rāj... Dharmane 2

Mūḷ Akshar paṇ, Shrī Hari sange,

 Mukta manḍaḷne vahālo, lāvyā umange rāj... Dharmane 3

Nave grahmā jem, bhānu vinā tam,

 Dūr na thāy kare, koṭik karma rāj... Dharmane 4

Premānandnā Swāmī, prāṇsanehī,

 Baddh jīvone vā’le, karyā videhī rāj... Dharmane 5

loading