કીર્તન મુક્તાવલી
અધમ ઉદ્ધારણ એવું પોતાનું નામ
૧-૬૨૨: સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી
Category: પ્રાપ્તિ ને મહિમાનાં પદો
પદ - ૩
અધમ ઉદ્ધારણ એવું, પોતાનું નામ,
સત્ય કર્યું આજ, શ્રી ઘનશ્યામ રાજ... અધમ꠶ ૧
જીવને શિવ કર્યા, અવિદ્યા ટાળી,
પ્રૌઢ પ્રતાપ જણાવી, હદ વાળી રાજ... અધમ꠶ ૨
વિના સાધને સિદ્ધ, દશા પમાડી,
સૌથી પોતાની રીત, ન્યારી દેખાડી રાજ... અધમ꠶ ૩
રવિ આગે શશી, તારા ન ભાસે,
મતપંથ તેમ, શ્રી હરિ પાસે રાજ... અધમ꠶ ૪
પ્રેમાનંદનો સ્વામી, પૂરણ પ્રતાપી,
પોતાના જનને સ્થિતિ, અલૌકિક આપી રાજ... અધમ꠶ ૫
Adham uddhāraṇ evu potānu nām
1-622: Sadguru Premanand Swami
Category: Prapti ne Mahimana Pad
Pad - 3
Adham uddhāraṇ evu, potānu nām,
Satya karyu āj, Shrī Ghanshyām rāj... Adham° 1
Jīvane Shiv karyā, avidyā ṭāḷī,
Prauḍh pratāp jaṇāvī, had vāḷī rāj... Adham° 2
Vinā sādhane siddha, dashā pamāḍī,
Sauthī potānī rīt, nyārī dekhāḍī rāj... Adham° 3
Ravi āge shashī, tārā na bhāse,
Matpanth tem, Shrī Hari pāse rāj... Adham° 4
Premānandno Swāmī, pūraṇ pratāpī,
Potānā janne sthiti, alaukik āpī rāj... Adham° 5