કીર્તન મુક્તાવલી
શીદને ભટકો છો તમે ચતુર સુજાણ
૧-૬૨૩: સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી
Category: પ્રાપ્તિ ને મહિમાનાં પદો
પદ - ૪
શીદને ભટકો છો તમે, ચતુર સુજાણ,
પ્રગટ પ્રભુની આજ, કરો ઓળખાણ રાજ... શીદને꠶ ૧
આ ધામ ધામી ક્યારે, નો’તા પધાર્યા,
ઈશ્વર કોટિ સ્તુતિ, કરીને હાર્યા રાજ... શીદને꠶ ૨
આ અવસર પર કોઈ, અવનિએ આવે,
તો તે માયાની આગે, કાંઈ ન ફાવે રાજ.. શીદને꠶ ૩
ગુણીને સંગે ક્યાંથી, નિર્ગુણ થાય,
જ્યાંથી આવ્યા તેમાં, પાછા સમાય રાજ... શીદને꠶ ૪
આવો અવસર હવે, ફરી નહીં આવે,
પ્રેમાનંદ તાળી, દઈને કા’વે રાજ... શીદને꠶ ૫
Shīdne bhaṭako chho tame chatur sujāṇ
1-623: Sadguru Premanand Swami
Category: Prapti ne Mahimana Pad
Pad - 4
Shīdne bhaṭako chho tame, chatur sujāṇ,
Pragaṭ Prabhunī āj, karo oḷakhāṇ rāj... Shīdne° 1
Ā dhām dhāmī kyāre, no’tā padhāryā,
Īshvar koṭi stuti, karīne hāryā rāj... Shīdne° 2
Ā avsar par koī, avanie āve,
To te māyānī āge, kāī na fāve rāj.. Shīdne° 3
Guṇīne sange kyāthī, nirguṇ thāy,
Jyāthī āvyā temā, pāchhā samāy rāj... Shīdne° 4
Āvo avsar have, farī nahī āve,
Premānand tāḷī, daīne kā’ve rāj... Shīdne° 5