કીર્તન મુક્તાવલી
જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ
૧-૬૨૯: સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી
Category: પ્રાપ્તિ ને મહિમાનાં પદો
જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ,
આજ ધર્મવંશીને દ્વાર નરનારી... જોઈએ꠶ ટેક
આવો પ્રગટ પ્રભુને પગે લાગવા રે લોલ,
વહાલો તરત ઉતારે ભવપાર નરનારી... જોઈએ꠶ ૧
જન્મ-મૃત્યુના ભય થકી છૂટવા રે લોલ,
શરણે આવો મુમુક્ષુ જન નરનારી... જોઈએ꠶
શીદ જાઓ છો બીજે શિર કૂટવા રે લોલ,
હ્યાં તો તરત થાશો પાવન નરનારી... જોઈએ꠶ ૨
ભૂંડા શીદને ભટકો છો મતપંથમાં રે લોલ,
આવો સત્સંગ મેલીને મોક્ષરૂપ નરનારી... જોઈએ꠶
આણો પ્રેમે પ્રતીતિ સાચા સંતમાં રે લોલ,
થાશે મોક્ષ અતિશે અનૂપ નરનારી... જોઈએ꠶ ૩
જુઓ આંખ ઉઘાડીને વિવેકની રે લોલ,
શીદ કરો ગોળ ખોળ એક પાડ નરનારી... જોઈએ꠶
લીધી લાજ બીજા ગુરુ ભેખની રે લોલ,
કામ ક્રોધ વજાડી છે રાડ નરનારી... જોઈએ꠶ ૪
એવા અજ્ઞાની ગુરુના વિશ્વાસથી રે લોલ,
જાશો નરકે વગાડતાં ઢોલ નરનારી... જોઈએ꠶
વહાલો તરત છોડાવે કાળ પાશથી રે લોલ,
પ્રેમાનંદ કહે આપે છે હરિ કોલ નરનારી... જોઈએ꠶ ૫
Jene joīe te āvo mokṣha māgvā re lol
1-629: Sadguru Premanand Swami
Category: Prapti ne Mahimana Pad
Jene joīe te āvo mokṣha māgvā re lol,
Āj Dharmavanshīne dvār narnārī... Joīe° ṭek
Āvo pragaṭ Prabhune page lāgavā re lol,
Vahālo tarat utāre bhavpār narnārī... Joīe° 1
Janma-mṛutyunā bhay thakī chhūṭavā re lol,
Sharaṇe āvo mumukṣhu jan narnārī... Joīe°
Shīd jāo chho bīje shir kūṭvā re lol,
Hyā to tarat thāsho pāvan narnārī... Joīe° 2
Bhūnḍā shīdne bhaṭako chho matpanthamā re lol,
Āvo satsang melīne mokṣharūp narnārī... Joīe°
Āṇo preme pratīti sāchā santmā re lol,
Thāshe mokṣha atishe anūp narnārī... Joīe° 3
Juo ānkh ughāḍīne viveknī re lol,
Shīd karo goḷ khoḷ ek pāḍ narnārī... Joīe°
Līdhī lāj bījā guru bhekhnī re lol,
Kām krodh vajāḍī chhe rāḍ narnārī... Joīe° 4
Evā agnānī gurunā vishvāsthī re lol,
Jāsho narake vagāḍatā ḍhol narnārī... Joīe°
Vahālo tarat chhoḍāve kāḷ pāshthī re lol,
Premānand kahe āpe chhe Hari kol narnārī... Joīe° 5