કીર્તન મુક્તાવલી

કોડે આનંદ ઘેર શ્રીજી પધાર્યા

૧-૬૩૨: સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

Category: પ્રાપ્તિ ને મહિમાનાં પદો

કોડે આનંદ ઘેર શ્રીજી પધાર્યા;

આવી મારા તનડા કેરા તાપ નિવાર્યા સજની કોડે꠶ ટેક

હરખે શું ઊઠી હું તો સન્મુખ ચાલી,

તેડી બેસાર્યા મેં તો બાંહ્યલડી ઝાલી,

હરિને નીરખીને હું તો થઈ રહી અનુરાગી સજની... કોડે꠶ ૨

હરિને જમાડ્યા મેં તો હાથે સાહેલી,

કુળની મરજાદા પણ મેં કોરે લઈ મેલી,

હરિને જમાડી હું તો થઈ રહી છું ઘેલી સજની... કોડે꠶ ૩

ઊંચી અગાશી મારી નૌતમ મેડી,

ઊંચે આવાસે મુજને એકાંતે તેડી,

હૈડાની રાડ્યો મેં તો હરિ આગળ રેલી સજની... કોડે꠶ ૪

વણ તેડ્યા વહેલા મારે મંદિર આવે,

મન કોડે મોહન મીઠી વેણું વજાવે,

હેત કરીને મુજને હસીને બોલાવે સજની... કોડે꠶ ૫

રંગના રંગીલા મુજને રંગ લાગ્યો તારો,

કેડ્યે ફરે છે જીવનપ્રાણ અમારો,

મુક્તાનંદ કહે છે મારો જન્મ સુધાર્યો સજની... કોડે꠶ ૬

Koḍe ānand gher Shrījī padhāryā

1-632: Sadguru Muktanand Swami

Category: Prapti ne Mahimana Pad

Koḍe ānand gher Shrījī padhāryā;

 Āvī mārā tanḍā kerā tāp nīvāryā sajnī... koḍe 1

Harakhe shu ūṭhī hu to sanmukh chālī,

Teḍī besāryā me to bāhyalḍī jhālī,

 Harine nīrakhīne hu to thaī rahī anurāgī sajnī... koḍe 2

Harine jamāḍyā me to hāthe sāhelī,

Kuḷnī marjādā paṇ me kore laī melī,

 Harine jamāḍi hu to thaī rahī chhu ghelī sajnī... koḍe 3

Ūnchī agāshī mārī nautam meḍī,

Ūnche āvāse mujne ekānte teḍī,

 Haiḍāṇī rāḍyo me to Hari āgaḷ relī sajnī... koḍe 4

Vaṇ teḍyā vaheḷā māre mandir āve,

Man koḍe Mohan mīṭhī veṇu vajāve,

 Heṭ karīne mujne hasīne bolāve sajnī... koḍe 5

Rangnā rangīlā mujne rang lāgyo tāro,

Keḍye fare chhe jīvanprāṇ amāro,

 Muktānand kahe chhe māro janma sudhāryo sajnī... koḍe 6

loading