કીર્તન મુક્તાવલી
સખી પ્રેમી જાણે વાત પ્રીતની જો
સખી પ્રેમી જાણે વાત પ્રીતની જો,
શું જાણે બીજા એ રીતની જો... સખી꠶ ટેક
સખી ભ્રમર લોભી રસ સારના જો,
શું જાણે દાદુર ભોગી ગારના જો... સખી꠶ ૧
સખી હંસ તો મુક્તાફળને જમે જો,
મૂઆ બગલાને એક માછલાં ગમે જો... સખી꠶ ૨
સખી પ્રેમીજન હંસ મોતી શ્યામ છે જો,
જેને શ્યામ વિના બીજું હરામ છે જો... સખી꠶ ૩
સખી અમૃત પીતાં ટળી વાસના જો,
તે નવ જાણે બેની સ્વાદ છાસના જો... સખી꠶ ૪
સખી જીવવું જેનું નાથ કારણે જો,
પ્રેમસખી જાયે તેને વારણે જો... સખી꠶ ૫
Sakhī premī jāṇe vāt prītnī jo
Sakhī premī jāṇe vāt prītnī jo
Shu jāṇe bījā e rītnī jo...
Sakhī bhramar lobhī ras sārnā jo,
Shu jāṇe dādūr bhogī gārnā jo... sakhī 1
Sakhī hans to muktāfaḷne jame jo,
Mūā baglāne ek māchhlā game jo... sakhī 2
Sakhī premījan hans motī Shyām chhe jo,
Jene Shyām vinā bīju harām chhe jo... sakhī 3
Sakhī amrut pitā ṭaḷī vāsanā jo,
Te nav jāṇe benī svād chhāsnā jo... sakhī 4
Sakhī jīvavu jenu Nāth kārṇe jo,
Premsakhī jāye tene vārṇe jo... sakhī 5