કીર્તન મુક્તાવલી

માવજી મુજ પર ખૂબ અઢળક ઢળ્યા

૧-૬૮: સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

Category: પ્રભાતિયાં

પદ - ૫

માવજી મુજ પર ખૂબ અઢળક ઢળ્યા, માહરું મંદિર ધામ કીધું;

સુખતણા સિંધુ સહેજે મળ્યા શામળો, તમ થકી માહરું કાજ સીધું ꠶૧

દીન દુર્બળતણી પીડ જાણી તમે, મુજ પર મહેર અતિશે જ કીધી;

દોહ્યલી વેળાના દામ છો નાથજી, શામળા મારી સંભાળ લીધી ꠶૨

જે સંગ નેહ કર્યો તેને નવ વિસરો, ભક્તવત્સલ તમે અધિક રસિયા;

બિરદ પોતાતણું સત્ય કરવા તમે, માહરે મંદિરે નાથ વસિયા ꠶૩

આજ અમૃતતણા મેહુલા વરસિયા, ભવ તણી ભાવટ આજ ભાંગી;

આજ મુક્તાનંદ અધિક સુખ ઊપજ્યું, તમ સંગ શ્યામ દૃઢ લગની લાગી ꠶૪

Māvajī muj par khūb aḍhaḷak ḍhaḷyā

1-68: Sadguru Muktanand Swami

Category: Prabhatiya

Pad - 5

Māvajī muj par khūb aḍhaḷak ḍhaḷyā,

 Māharu mandir dhām kīdhu;

Sukhataṇā sindhu saheje maḷyā Shāmaḷo,

 Tam thakī māharu kāj sīdhu °1

Dīn durbaḷataṇī pīḍ jāṇī tame,

 Muj par maher atishe j kīdhī;

Dohyalī veḷānā dām chho Nāthajī,

 Shāmaḷā mārī sanbhāḷ līdhī °2

Je sanga neh karyo tene nav visaro,

 Bhaktavatsal tame adhik Rasiyā;

Birad potātaṇu satya karavā tame,

 Māhare mandire Nāth vasiyā °3

Āj amṛutataṇā mehulā varasiyā,

 Bhav taṇī bhāvaṭ āj bhāngī;

Āj Muktānand adhik sukh ūpajyu,

 Tam sanga Shyām draḍh laganī lāgī °4

loading