કીર્તન મુક્તાવલી
માહરે મંદિર અખંડ રહો માવજી
૧-૬૯: સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી
Category: પ્રભાતિયાં
પદ - ૬
માહરે મંદિર અખંડ રહો માવજી, તમ વિના દુઃખતણો અંત નાવે;
આવતું જોબન અનંગ દુઃખ દે ઘણું, તન તણા તાપ તે કોણ શમાવે ꠶૧
આશ સર્વે પરહરી પ્રીત તમશું કરી, વરી હું વ્રહવંતી નાથ તમને;
મદન રિપુ મારવા તાપને ટાળવા, અધર અમૃતરસ પાઓ અમને ꠶૨
તમ સંગ આશ ઉદાસ સંસારથી, નટવર નિમખ કેમ રહું ન્યારી;
નયણાંની આગળે અખંડ રહો નાથજી, વિવિધ વિનોદ કરતા વિહારી ꠶૩
રસિયાજી તમ સંગ રંગ લાગ્યો ખરો, ગમે નહીં જગતનો ગંધ મુજને;
આજ મુક્તાનંદ આડ સર્વે ટળી, અરપી હું તન મન નાથ તુજને ꠶૪
Māhare mandir akhanḍ raho Māvajī
1-69: Sadguru Muktanand Swami
Category: Prabhatiya
Pad - 6
Māhare mandir akhanḍ raho Māvjī,
Tam vinā dukhtaṇo anta nāve;
Āvatu joban anang dukh de ghaṇu,
Tan taṇā tāp te koṇ shamāve °1
Āsh sarve parharī prīt tamshu karī,
Varī hu vrahvantī Nāth tamne;
Madan ripu mārvā tāpne ṭāḷvā,
Adhar amṛutras pāo amne °2
Tam sang āsh udās sansārthī,
Naṭvar nimakh kem rahu nyārī;
Nayaṇānnī āgaḷe akhanḍ raho Nāthjī,
Vividh vinod kartā vihārī °3
Rasiyājī tam sang rang lāgyo kharo,
Game nahī jagatno gandh mujne;
Āj Muktānand āḍ sarve ṭaḷī,
Arapī hu tan man Nāth tujne °4