કીર્તન મુક્તાવલી
મધુકર વાત મોહનવર કેરી
(મુક્તાનંદ કાવ્ય: ઉદ્ધવ ગીતા - પદ ૬)
મધુકર વાત મોહનવર કેરી, જાદુગારી જોર રે,
નર નારી એને ગાય સુણે તે, તજે સંસારનો નોર રે... મધુકર꠶ ટેક
કૃષ્ણ કથા જેણે પ્રેમે સાંભળી, તે તો તજી કુટુંબ પરિવાર રે,
પરમહંસ થઈ વનમાં વસિયા, જાણે છે સહુ સંસાર રે... મધુકર꠶ ૧
શુક નારદ સનકાદિક એના, ગુણનું કરે નિત ગાન રે,
ધન દોલત ઘરબાર ન એને, ભમતાં ફરે રાનો રાન રે... મધુકર꠶ ૨
એવું અમે જાણીએ તોયે એના ગુણ, મુખ થકી નવ મેલાય રે,
પાણીડું પીને ઘર અમે પૂછિયું, હવે એનો શો ઉપાય રે... મધુકર꠶ ૩
જે કોઈ જગમાં એને અનુસરશે, તેના તે પવાડા ગવાય રે,
મુક્તાનંદના નાથને સેવી, જગ છતરાયા થાય રે... મધુકર꠶ ૪
Madhukar vāt mohanavar kerī
(Muktānand Kāvya: Uddhav Gītā - pad 6)
Madhukar vāt Mohanvar kerī,
jādugārī jor re,
Nar nārī ene gāy suṇe te,
taje sansārno nor re...
Krishṇa kathā jeṇe preme sāmbhaḷī,
te to tajī kuṭumb parivār re,
Paramhansa thaī vanmā vasiyā,
jāṇe chhe sahu sansār re... madhu 1
Shuk Nārad Sanakādik enā,
guṇnu kare nit gān re,
Dhan dolat gharbār na ene,
bhamtā fare rāno rān re... madhu 2
Evu ame jāṇīe toye enā guṇ,
mukh thakī nav melāy re,
Pāṇīḍu pine ghar ame pūchhiyu,
have eno sho upāy re... madhu 3
Je koī jagmā ene anusarshe,
tenā te pavāḍā gavāy re,
Muktānandnā Nāthne sevī,
jag chhatrāyā thāy re... madhu 4