કીર્તન મુક્તાવલી
મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ
૧-૭૦૧: અજાણ્ય
Category: પ્રાપ્તિ ને મહિમાનાં પદો
મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ, આનંદ અંતર છાઈ રહ્યો;
મારાં સર્વ જનમનાં સરિયાં કાજ... આનંદ꠶ ટેક
મેં માયાને કાઢી બારી, પ્રભુ પ્રગટને અંતરમાં ધારી;
મારી રક્ષા કરશે વા’લો આજ... આનંદ꠶ ૧
મારા કામ ક્રોધ મદ લોભ ટળ્યા, મારા જનમ મરણના ફેરા ટળ્યા;
મારું અંતર શુદ્ધ થયું છે આજ... આનંદ꠶ ૨
મને જગત બિચારું શું કરશે, મારું દર્શન કરશે તે તરશે;
આ દેહ ધર્યો સ્વામીશ્રીજીને કાજ... આનંદ꠶ ૩
હું લોક નિંદાથી નવ ડરું, આનંદમાં અલમસ્ત ફરું;
પ્રભુ પ્રગટનો કેફ રાખી આજ... આનંદ꠶ ૪
હું નટવર કાંઈ નવ કરી શકું, નથી ભક્તિ થાતી ખરું કહું;
તમ કૃપાએ આનંદ મારે આજ... આનંદ꠶ ૫
Mane pragaṭ maḷyā Puruṣhottam āj
1-701: unknown
Category: Prapti ne Mahimana Pad
Mane pragaṭ maḷyā Puruṣhottam āj, ānand antar chhāī rahyo;
Mārā sarva janamnā sariyān kāj... ānand. ṭek
Me māyāne kāḍhī bārī, Prabhu pragaṭne antarmā dhārī;
Mārī rakṣhā karashe vā’lo āj... ānand. 1
Mārā kām krodh mad lobh ṭaḷyā, mārā janam maraṇnā ferā ṭaḷyā;
Māru antar shuddha thayu chhe āja... ānand. 2
Mane jagat bichāru shu karashe, māru darshan karashe te tarashe;
Ā deh dharyo Swāmī-Shrījīne kāj... ānand. 3
Hu lok nindāthī nav ḍaru, ānandmā alamast faru;
Prabhu pragaṭno kef rākhī āj... ānand. 4
Hu Naṭvar kāī nav karī shaku, nathī bhakti thātī kharu kahu;
Tam kṛupāe ānand māre āj... ānand. 5