કીર્તન મુક્તાવલી

બડભાગી રે પામે સંતનો સંગ

૧-૭૦૭: સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

Category: સંત મહિમાનાં પદો

પદ - ૨

બડભાગી રે, પામે સંતનો સંગ

 સંતથી મહાસુખ પામીએ... ꠶ટેક

જી રે સંત બડા પરમારથી, ટાળે ઉરથી રે,

અવિદ્યા અભિમાન, જન્મ સુફળ કરે જંતનો;

 આપે અનુભવી રે, પ્રભુ પ્રગટનું જ્ઞાન... સંતથી꠶ ૧

જી રે પ્રભુ સંગે પ્રીત વધારવા, ફરે જગમાં રે,

સાચા સંત સુજાણ, પરમાતમા પીછાણવા;

 પરમારથી રે, આપે પદ નિરવાણ... સંતથી꠶ ૨

જી રે સંતના જશ શ્રીમુખે કહ્યા, ગીતા મધ્યે રે,

ગોવિંદ સુખધામ, અનુભવી મારો આતમા;

 જેના મનથી રે, ટળ્યા ક્રોધ ને કામ... સંતથી꠶ ૩

જી રે સંત વચન ભાવે સુણે, તેનાં પાતક રે,

પામે સરવે નાશ, પ્રીત વધે પરબ્રહ્મમાં;

 મુક્તાનંદ કહે રે, પામે પદ અવિનાશ... સંતથી꠶ ૪

Baḍbhāgī re pāme santno sang

1-707: Sadguru Muktanand Swami

Category: Sant Mahima Pad

Pad - 2

Baḍbhāgī re, pāme santno sang;

 Santthī mahāsukh pāmīe...

Jī re sant baḍā parmārthī, ṭāḷe urthī re,

Avidyā abhimān, janma sufaḷ kare jantṇo;

 Āpe anubhavī re, Prabhu pragaṭnu gnān... santthī 1

Jī re Prabhu sange prīt vadhārvā, fare jagmā re,

Sāchā sant sujāṇ, Paramātmā pīchhāṇvā;

 Parmārthī re, āpe pad nirvāṇ... santthī 2

Jī re santanā jash Shrīmukhe kahyā, Gītā madhye re,

Govind sukhḍhām, anubhavī māro ātmā;

 Jenā manthī re, taḷyā krodh ne kām... santthī 3

Jī re sant vachan bhāve suṇe, tenā pātak re,

Pāme sarve nāsh, prīt vadhe Parbrahmamā;

 Muktānand kahe re, pāme pad avināsh... santthī 4

loading