કીર્તન મુક્તાવલી

સાચા સાધુ રે સુંદર ગુણધામ

૧-૭૦૮: સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

Category: સંત મહિમાનાં પદો

પદ - ૩

સાચા સાધુ રે, સુંદર ગુણધામ;

 સમજીને સત્સંગ કીજીએ... ꠶ટેક

જી રે સંત સુલક્ષણના ભર્યા, અવગુણનો રે,

ઉરમાં નહિ લેશ, મહાનુભવી મુનિ તે ખરા;

 આપે સહુને રે, સાચો ઉપદેશ... સમજી꠶ ૧

જી રે સંત સદા શીતળ રહે, ક્યારે ન તપે રે,

કામ ક્રોધની ઝાળ, લોભ તજી હરિને ભજે;

 ધારે ઉરમાં રે, દૃઢ કરી શ્રીગોપાળ... સમજી꠶ ૨

જી રે ત્રિભુવનની સંપત મળે, તોય ન તજે રે,

અર્ધ પળ હરિધ્યાન, બ્રહ્મરૂપ થઈ હરિને ભજે;

 એવા સંતને રે, કીચ કનક સમાન... સમજી꠶ ૩

જી રે એમ શુભ લક્ષણ ઓળખી, સદા કરવી રે,

હરિજનની સેવ, હરિ સમ હરિજન જાણવા;

 મુક્તાનંદ કહે રે, તે તરે તતખેવ... સમજી꠶ ૪

Sāchā sādhu re sundar guṇdhām

1-708: Sadguru Muktanand Swami

Category: Sant Mahima Pad

Pad - 3

Sāchā sādhu re, sundar guṇdhām;

  Samjīne satsang kījie...

Jī re sant sulakshaṇnā bharyā, avguṇno re,

Urmā nahi lesh, mahānubhavī muni te kharā;

 Āpe sahune re, sācho updesh... samjī 1

Jī re sant sadā shītaḷ rahe, kyāre na tape re,

Kām krodhnī jhāḷ, lobh tajī Harine bhaje;

 Dhāre urmā re, dradh karī Shrī Gopāḷ... samjī 2

Jī re tribhuvannī sampat maḷe, toy na taje re,

Ardha paḷ Haridhyān, brahmarūp thaī Harine bhaje;

 Evā santne re, kīch kanak samān... samjī 3

Jī re em shubh lakshaṇ oḷkhī, sadā karvī re,

Harijannī sev, Hari sam harijan jāṇvā;

 Muktānand kahe re, te tare tatkhev... samjī 4

loading