કીર્તન મુક્તાવલી

સદા કરવો રે હરિજનનો સંગ

૧-૭૦૯: સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

Category: સંત મહિમાનાં પદો

પદ - ૪

સદા કરવો રે, હરિજનનો સંગ;

 દુર્લભ દર્શન સંતનાં... ꠶ટેક

જી રે સંત સભા મધ્યે શ્રીહરિ, સદા રહે છે રે,

વા’લો અક્ષરનાથ અડસઠ તીરથ જેના ચરણમાં;

 એવા સંતથી રે, વેગે થઈએ સનાથ... દુર્લભ꠶ ૧

જી રે સંત મળ્યા તેને હરિ મળ્યા, એનો મહિમા રે,

વદે વેદ પુરાણ, સાખ્ય પ્રગટ સંસારમાં;

 શુક નારદ રે, પામ્યા પદ નિરવાણ... દુર્લભ꠶ ૨

જી રે સંત વચન સાચા ગણી, ગયો વનમાં રે,

ધ્રુવ નાનકડો બાળ, પ્રગટ પ્રભુને તે પામિયો;

 થયો અવિચળ રે, જશ વાધ્યો વિશાળ... દુર્લભ꠶ ૩

જી રે એવું જાણી અહંતા તજી, શુદ્ધ ભાવે રે,

કરવી સંતની સેવ, મનુષ્યભાવ મનથી તજો;

 મુક્તાનંદ કહે રે, સાચા સંત છે દેવ... દુર્લભ꠶ ૪

Sadā karvo re harijanno sang

1-709: Sadguru Muktanand Swami

Category: Sant Mahima Pad

Pad - 4

Sadā karvo re, harijanno sang;

  Durlabh darshan santnā...

Jī re sant sabhā madhye Shrī Hari, sadā rahe chhe re,

Vā’lo Aksharnāth aḍsaṭh tīrath jenā charaṇmā;

 Evā santthī re, vege thaīe sanāth... durlabh 1

Jī re sant maḷyā tene Hari maḷyā, eno mahimā re,

Vaḍe Veda Pūrāṇ, sākhya pragaṭ sansārmā;

 Shuk Nārad re, pāmyā pad nirvāṇ... durlabh 2

Jī re sant vachan sāchā gaṇī, gayo vanmā re,

Dhruv nānakḍo bāḷ, pragaṭ Prabhune te pāmīyo;

 Thayo avichaḷ re, jash vādhyo vishāḷ... durlabh 3

Jī re evu jāṇī ahantā tajī, shuddh bhāve re,

Karavī santnī sev, manushyabhāv manthī tajo;

 Muktānand kahe re, sāchā sant chhe Dev... durlabh 4

loading