કીર્તન મુક્તાવલી
પુરુષોત્તમ તમે પ્રગટ મુજને મળ્યા
૧-૭૧: સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી
Category: પ્રભાતિયાં
પદ - ૮
પુરુષોત્તમ તમે પ્રગટ મુજને મળ્યા, આજ આનંદના ઓઘ મારે;
અસતની આશ સર્વ ઉરથી પરહરી, શામળા થઈ દૃઢ શરણ તારે ꠶૧
વિષય-વાયુ વડે તરણ જેમ ઊડતી, માવજી મેરુને તુલ્ય કીધી;
કોટિ બ્રહ્માંડના નાથ કર સાહીને, અચળ પદવી મુને આજ દીધી ꠶૨
હાસ્ય વિનોદ બહુ હેત દેખાડતા, મહાપ્રભુ આવિયા મો’લ મારે;
નટવર અલૌકિક રૂપ નિહાળતાં, રસિયાજી રાચી હું રંગ તારે ꠶૩
દુઃસહ દુઃખ કાપિયું અખંડ સુખ આપિયું, અસ્થિર સ્થિર સ્થાપિયું છેલ રસિયા;
કહે છે મુક્તાનંદ સર્વે કસર ટળી, માહરે મંદિર નાથ વસિયા ꠶૪
Puruṣhottam tame pragaṭ mujne maḷyā
1-71: Sadguru Muktanand Swami
Category: Prabhatiya
Pad - 8
Puruṣhottam tame pragaṭ mujne maḷyā,
Āj ānandnā ogh māre;
Asatnī āsh sarva urathī parharī,
Shāmaḷā thaī draḍh sharaṇ Tāre °1
Viṣhay-vāyu vaḍe taraṇ jem ūḍatī,
Māvjī merune tulya kīdhī;
Koṭi brahmānḍnā Nāth kar sāhīne,
Achaḷ padvī mune āj dīdhī °2
Hāsya vinod bahu het dekhāḍtā,
Mahāprabhu āviyā mo’l māre;
Naṭvar alaukik rūp nihāḷtā,
Rasiyājī rāchī hu rang tāre °3
Duhsah dukh kāpiyu akhanḍ sukh āpiyu,
Asthir sthir sthāpiyu chhel rasiyā;
Kahe chhe Muktānand sarve kasar ṭaḷī,
Māhare mandir Nāth vasiyā °4