કીર્તન મુક્તાવલી

એવા સંત હરિને પ્યારા રે

૧-૭૩૦: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: સંત મહિમાનાં પદો

પદ - ૩

એવા સંત હરિને પ્યારા રે, તેથી ઘડીયે ન રહે વાલો ન્યારા રે... એવા꠶ ટેક

મહિમા હરિનો સારી પેઠે જાણે, મન અભિમાન તેનો લેશ ન આણે;

 હાં રે રહે બ્રહ્મસ્વરૂપ મતવાલા રે... એવા꠶ ૧

નાના મોટા ભજે જે હરિને, મન કર્મ વચને દૃઢ કરીને;

 હાં રે તેને પોતાના કરતાં જાણે સારા રે... એવા꠶ ૨

એવા તે સંતને વસીએ રે પાસે, જન્મ-મરણનો સંભવ નાસે;

 હાં રે વરસે અખંડ તે બ્રહ્મ રસ ધારા રે... એવા꠶ ૩

એવા સંતને સેવે જે પ્રાણી, પ્રેમ પ્રતીતિ ઉરમાં રે આણી;

 હાં રે પ્રેમસખી કે’ ઉતારે ભવપારા રે... એવા꠶ ૪

Evā sant Harine pyārā re

1-730: Sadguru Premanand Swami

Category: Sant Mahima Pad

Pad - 3

Evā sant Harine pyārā re,

 tethī ghaḍīye na rahe vālo nyārā re...

Mahimā Harino sārī peṭhe jāṇe,

man abhimān teno lesh na āṇe;

 Hā re rahe brahmaswarūp matvālā re... evā 1

Nānā moṭā bhaje je Harine,

man karma vachne dradh karīne;

 Hā re tene potānā kartā jāṇe sārā re... evā 2

Evā te santne vasīe re pāse,

janma-maraṇno sambhav nāse;

 Hā re varse akhanḍ te Brahma ras dhārā re... evā 3

Evā santne seve je prāṇī,

prem pratiti urmā re āṇī;

 Hā re Premsakhī ke’ utāre bhavpārā re... evā 4

loading