કીર્તન મુક્તાવલી

ગુરુ પરમેશ્વર રે જે સેવે સાચે મને

૧-૭૩૨: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: સંત મહિમાનાં પદો

ગુરુ પરમેશ્વર રે, જે સેવે સાચે મને;

ઓળખીને અરપે રે, મન કર્મ વચને તન ધનને... ૧

કપટ ન રાખે રે, શુદ્ધ ભાવે મહિમા જાણે;

હરિ વિના બીજી રે, કે મનમાં ઇચ્છા નવ આણે... ૨

વચન પ્રમાણે રે, વરતે તે હરિજન કા’વે;

ભવસાગરમાં રે, તે ફરવા પાછો નવ આવે... ૩

મનના મનોરથ રે, સરવે તેના શ્રીહરિ પૂરે;

પ્રેમાનંદ કહે રે, તેને હરિ હજૂર રહે... ૪

Guru Parameshwar re je seve sāche mane

1-732: Sadguru Premanand Swami

Category: Sant Mahima Pad

Guru Parameshwar re, je seve sāche mane;

 Oḷkhīne arpe re, man karma vachane tan dhanne... 1

Kapaṭ na rākhe re, shuddh bhāve mahimā jāṇe;

 Hari vinā bījī re, ke manmā ichchhā nav āṇe... 2

Vachan pramāṇe re, varte te harijan kā’ve;

 Bhavsāgarmā re, te farvā pāchho nav āve... 3

Mannā manorath re, sarve tenā Shrīhari pūre;

 Premānand kahe re, tene Hari hajūr rahe... 4

loading