કીર્તન મુક્તાવલી

હરિજનને ઘેર બેઠાં તીરથ

૧-૭૩૩: સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

Category: સંત મહિમાનાં પદો

હરિજનને ઘેર બેઠાં તીરથ,

 નિત્ય ગોવિંદ ગુણ ગાવે રે;

અડસઠ તીરથ સંત સભામાં,

 અણ તેડ્યાં નિત્ય આવે રે... હરિજનને꠶ ટેક

સંત સભામાં શ્રી પુરુષોત્તમ,

 અખંડ રહે અવિનાશી રે;

રિદ્ધિ સિદ્ધિ હાજર કર જોડી,

 મુક્તિ ચાર તેની દાસી રે... હરિજનને꠶ ૧

હરિના જન મુક્તિ નવ માંગે,

 પ્રભુ સંગ પ્રીત બંધાણી રે;

મુક્તાનંદના નાથનો મહિમા,

 લીધો જથારથ જાણી રે... હરિજનને꠶ ૨

Harijanne gher beṭhā tīrath

1-733: Sadguru Muktanand Swami

Category: Sant Mahima Pad

Harijanne gher beṭhā tīrath,

 Nitya Govind guṇ gāve re;

Aḍsaṭh tīrath sant sabhāmā,

 Aṇ teḍyā nitya āve re... Harijanne° ṭek

Sant sabhāmā Shrī Puruṣhottam,

 Akhanḍ rahe Avināshī re;

Riddhi siddhi hājar kar joḍī,

 Mukti chār tenī dāsī re... Harijanne° 1

Harinā jan mukti nav māge,

 Prabhu sang prīt bandhāṇī re;

Muktānandnā Nāthno mahimā,

 Līdho jathārath jāṇī re... Harijanne° 2

Jaydeep Swadia

loading