કીર્તન મુક્તાવલી
પ્રાણ થકી મુને વૈષ્ણવ વા’લા
૧-૭૪૦: નરસિંહ મહેતા
Category: સંત મહિમાનાં પદો
પ્રાણ થકી મુને વૈષ્ણવ વા’લા, રાતદિવસ હૃદે ભાવું રે;
તપ તીરથ વૈકુંઠ પદ મેલી, મારા હરિજન હોય ત્યાં હું આવું રે... ꠶ટેક
ગજને માટે હું તો પાળો રે પળિયો, મારા હરિજનની શુદ્ધ લેવા રે;
ઊંચ નીચ હું તો કાંઈ નવ જાણું, મને ભજે તે મુજ જેવા રે... પ્રાણ꠶ ૧
અંબરીષ રાજા મને અતિ ઘણા વા’લા દુર્વાસાએ માનભંગ કીધું રે;
મેં મારું અભિમાન તજીને, ચક્ર સુદર્શન વાળી લીધું રે... પ્રાણ꠶ ૨
લક્ષ્મીજી અર્ધાંગના મારી, તે મારા સંતની દાસી રે;
અડસઠ તીરથ મારા સંતને ચરણે, કોટિ ગંગા કોટિ કાશી રે... પ્રાણ꠶ ૩
સંત ચાલે ત્યાં હું આગળ ચાલું, સંત સૂવે ત્યાં હું જાગું રે;
જે મારા સંતની નિંદા કરે છે, તેના† કુળ સહિત હું ભાંગું રે... પ્રાણ꠶ ૪
મારા બાંધ્યા વૈષ્ણવ છોડે, વૈષ્ણવ બાંધે મેં ન છૂટે રે;
એકવાર જો મુને વૈષ્ણવ બાંધે, તે બંધન મેં ન છૂટે‡ રે... પ્રાણ꠶ ૫
બેઠા બેઠા ગાય ત્યાં હું ઊભો ઊભો સાંભળું રે,
ને ઊભા ઊભા ગાય ત્યાં હું નાચું રે;
એવા હરિજનથી ક્ષણ નહિ અળગો, ભણે નરસૈયો પદ સાચું રે... પ્રાણ꠶ ૬
†તેને
‡તૂટે
Prāṇ thakī mune vaishṇav vā’lā
1-740: Narsinha Mehta
Category: Sant Mahima Pad
Prāṇ thakī mune vaishṇav vā’lā,
rātdivas hrade bhāvu re;
Tap tīrath Vaīkunth pad melī,
mārā harijan hoy tyā hu āvu re...
Gajne mate huto pāḷo re paḷīyo,
mārā harijannī shuddh levā re;
Ūnch nīch hu to kāī nav jāṇu,
mane bhaje te muj jevā re... prāṇ 1
Ambrīsh Rājā mane ati ghaṇā vā’lā,
Dūrvāsāe mānbhang kīdhu re;
Me mārū abhimān tajīne,
chakra sudarshan vāḷī līdhu re... prāṇ 2
Lakshmījī ardhāngnā marī,
te mārā santnī dāsī re;
Aḍsaṭh tīrath mārā santne charaṇe,
koṭi Gangā koṭi Kāshī re... prāṇ 3
Sant chāle tyā hu āgaḷ chālu,
sant sūve tyā hu jāgu re;
Je mārā santnī nindā kare chhe,
tenā kuḷ sahit hu bhāngu re... prāṇ 4
Mārā bāndhyā vaishṇav chhoḍe,
vaishṇav bāndhe me na chhuṭe re;
Ekvār jo mune vaishṇav bāndhe,
te bandhan me na chhuṭe re... prāṇ 5
Beṭhā beṭhā gāy tyā hu ūbho ūbho sāmbhaḷu re,
Ne ūbhā ūbhā gāy tyā hu nāchu re;
Evā harijanthī kshaṇ nahi aḷgo,
bhaṇe Narsaiyo pad sāchu re... prāṇ 6