કીર્તન મુક્તાવલી
સંત પારસ ચંદન બાવના કામધેનુ કલ્પતરુ સાર
૧-૭૪૨: પ્રીતમદાસ
Category: સંત મહિમાનાં પદો
સંત પારસ ચંદન બાવના, કામધેનુ કલ્પતરુ સાર... સમાગમ સંતનો꠶ ૧
સંત સમજ્યામાં અંતર ઘણો, તરુ પારસ ત્રણ પ્રકાર... સમાગમ સંતનો꠶ ૨
એક પારસથી પારસ બને, એક પારસથી હેમ હોય... સમાગમ સંતનો꠶ ૩
એક પારસ લોહને કુંદન કરે, સો વરસે લોહ ન હોય... સમાગમ સંતનો꠶ ૪
એક ચંદનથી વિખ ઊતરે, એક ચંદનથી અગ્નિ ઓલાય... સમાગમ સંતનો꠶ ૫
એક તલભાર તાત તેલમાં, ફરી તાતું તેલ નવ થાય... સમાગમ સંતનો꠶ ૬
સર્વે સેના શૂરી નવ જાણવી, સર્વે નારી પતિવ્રતા નો’ય... સમાગમ સંતનો꠶ ૭
સર્વે ગજ શિર મોતી નવ નીપજે, વને વને અગર નવ હોય... સમાગમ સંતનો꠶ ૮
મૃગે મૃગે કસ્તૂરી† નવ નીપજે, નાગે નાગે મણિ નવ હોય... સમાગમ સંતનો꠶ ૯
જળે જળે કમળ નવ નીપજે, તેની વિક્તિ વિચારીને જોય... સમાગમ સંતનો꠶ ૧૦
જ્ઞાનહીન ગુરુ નવ કીજીએ, વંધ્યા ગાય સેવે શું થાય... સમાગમ સંતનો꠶ ૧૧
કહે ‘પ્રીતમ’ બ્રહ્મવેત્તા ભેટતાં, મહારોગ સમૂળો જાય... સમાગમ સંતનો꠶ ૧૨
†મૃગમદ
Sant pāras chandan bāvnā kāmdhenu kalpataru sār
1-742: Pritamdas
Category: Sant Mahima Pad
Sant pāras chandan bāvnā, kāmdhenu kalpataru sār... Samāgam santno° 1
Sant samajyāmā antar ghaṇo, taru pāras traṇ prakār... Samāgam santno° 2
Ek pārasthī pāras bane, ek pārasthī hem hoy... Samāgam santno° 3
Ek pāras lohne kundan kare, so varse loh na hoy... Samāgam santno° 4
Ek chandanthī vikh ūtare, ek chandanthī agni olāy... Samāgam santno° 5
Ek talbhār tāt telmā, farī tātu tel nav thāy... Samāgam santno° 6
Sarve senā shūrī nav jāṇvī, sarve nārī pativratā no’y... Samāgam santno° 7
Sarve gaj shir motī nav nīpaje, vane vane agar nav hoy... Samāgam santno° 8
Mṛuge mṛuge kastūrī† nav nīpaje, nāge nāge maṇi nav hoy... Samāgam santno° 9
Jaḷe jaḷe kamaḷ nav nīpaje, tenī vikti vichārīne joy... Samāgam santno° 10
Gnānhīn guru nav kījīe, vandhyā gāy seve shu thāy... Samāgam santno° 11
Kahe ‘Prītam’ brahmavettā bheṭatā, mahārog samūḷo jāy... Samāgam santno° 12
†mṛugmad