કીર્તન મુક્તાવલી
માણકીએ ચડ્યા રે મોહન વનમાળી
૧-૭૫૦: સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી
Category: લીલાનાં પદો
પદ - ૧
માણકીએ ચડ્યા રે મોહન વનમાળી, શોભે રૂડી કરમાં લગામ રૂપાળી... ꠶ટેક
માણીગર સૌને કહે છે થાઓ ત્યાર, મુનિ વરણી પદાતી ને અસવાર;
વ્રતપુરી જાવા કર્યો નિરધાર... માણકીએ꠶ ૧
કેસર બેરી બોદલી ને ફૂલમાળ, તાજણ તીખી વાંગળીનો ઘણો તાલ;
શોભે ઘણા વા’લા લાગે છે મરાળ... માણકીએ꠶ ૨
પ્રેમીભક્ત વિનંતી કરે દોડી દોડી, લોહ ચમક તુલ્ય વૃત્તિ મૂરતિમાં જોડી;
નથી જાતી દરબારમાંથી ઘોડી... માણકીએ꠶ ૩
આજ્ઞા આપો અમે જઈએ વ્રતપુરી, જાઓ પ્રભુ રામનવમી નથી દૂરી;
સેવક દાસ પ્રેમાનંદ હજૂરી... માણકીએ꠶ ૪
Māṇkīe chaḍyā re Mohan Vanmaḷī
1-750: Sadguru Premanand Swami
Category: Leelana Pad
Pad - 1
Māṇkīe chaḍyā re Mohan Vanmaḷī,
shobhe rūḍī karmā lagām rūpāḷī...
Māṇīgar saune kahe chhe thāo tyār,
muni varṇī padātī ne asvār;
Vratpūrī jāvā karyo nirdhār... Māṇkīe 1
Kesar berī bodlī ne fūlmaḷ,
tājaṇ tīkhī vāngaḷīno ghaṇo tāl;
Shobhe ghaṇā vā’lā lāge chhe marāḷ... Māṇkīe 2
Premībhakta vinantī kare doḍī doḍī,
loh chamak tulya vrutti mūrtimā joḍī;
Nathī jātī darbārmāthī ghoḍī... Māṇkīe 3
Āgnā āpo ame jaīe Vratpurī,
jāo Prabhu Rāmnavmī nathī dūrī;
Sevak dās Premānand hajūrī... Māṇkīe 4