કીર્તન મુક્તાવલી
પોતે પરબ્રહ્મ રે સ્વામી સહજાનંદ
૧-૭૬૧: સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી
Category: લીલાનાં પદો
પદ - ૪
પોતે પરબ્રહ્મ રે, સ્વામી સહજાનંદ,
નારાયણ પ્રબળ પ્રતાપ છે... ꠶ટેક
વા’લો ભરત ખંડનાં નરનારીને,
પોતે તપ કરી રે, આપે ફળ સોય.. નારાયણ꠶ ૧
હરિના તપ કેરા પુણ્ય પ્રતાપથી,
થયાં શુદ્ધ મન રે, હરિજન સર્વ કોય... નારાયણ꠶ ૨
સ્વામિનારાયણ મુખે ઉચ્ચરે,†
તેને જન્મ મરણ રે, જમનો ભય જાય... નારાયણ꠶ ૩
સરવે નરકના કુંડ ખાલી થયા,
ભૂખ્યા જમગણ રે, કર ઘસી પસ્તાય... નારાયણ꠶ ૪
પામ્યા અનંત જીવ હરિ ધામને,
તેની ગણના રે, કે’તાં શેષ લજાય... નારાયણ꠶ ૫
મુક્તાનંદ કહે મહિમા અતિ ઘણો છે,
તેને એક મુખે રે, કવિ કેટલોક ગાય... નારાયણ꠶ ૬
†ઓચરે
Pote Parabrahma re Swāmī Sahajānand
1-761: Sadguru Muktanand Swami
Category: Leelana Pad
Pad - 4
Pote Parabrahma re, Swāmī Sahajānand,
Nārāyaṇ prabaḷ pratāp chhe... °ṭek
Vā’lo Bharat khanḍnā narnārīne,
Pote tap karī re, āpe faḷ soy.. Nārāyaṇ° 1
Harinā tap kerā puṇya pratāphī,
Thayā shuddha man re, harijan sarva koy... Nārāyaṇ° 2
Swāminārāyaṇ mukhe uchchare,†
Tene janma maraṇ re, jamano bhay jāy... Nārāyaṇ° 3
Sarve naraknā kunḍa khālī thayā,
Bhūkhyā jamgaṇ re, kar ghasī pastāy... Nārāyaṇ° 4
Pāmyā anant jīv Hari dhāmne,
Tenī gaṇnā re, ke’tā Sheṣh lajāy... Nārāyaṇ° 5
Muktānand kahe mahimā ati ghaṇo chhe,
Tene ek mukhe re, kavi keṭalok gāy... Nārāyaṇ° 6
†ochare