કીર્તન મુક્તાવલી

હાં રે સખી ના’વા પધારે મહારાજ રે

૧-૭૬૫: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: લીલાનાં પદો

પદ - ૪

 હાં રે સખી ના’વા પધારે મહારાજ રે, જીવન જમુના મેં;

 સાથ લીધો છે સરવે સમાજ રે, વ્રજને વિસામે... ꠶ટેક

હળવા રે હળવા વા’લો હાલે બજારે,

 હાં રે ઊભાં નગરવાસી પ્રાણ વારે રે... જીવન꠶ ૧

છત્ર ચમર શિર ઉપર રાજે,

 હાં રે આગે અગણિત વાજાં વાજે રે... જીવન꠶ ૨

ઊતર્યા ગોવિંદ જમુના મેં ના’વા,

 હાં રે આવ્યા સુરમુનિ પુષ્પે વધાવા રે... જીવગ꠶ ૩

ગિરિધર નહાય ને ગોપિયું ગાયે,

 હાં રે જોઈ પ્રેમાનંદ વારી જાયે રે... જીવન꠶ ૪

Hāre sakhī nā’vā padhāre Mahārāj re

1-765: Sadguru Premanand Swami

Category: Leelana Pad

Pad - 4

Hāre sakhī nā’vā padhāre Mahārāj re, jīvan Jamunā me;

 Sāth līdho chhe sarve samāj re, Vrajane visāme...

Haḷvā re haḷvā vā’lo hāle bajāre,

 Hāre ūbhā nagarvāsī prāṇ vāre re... jīvan 1

Chhatra chamar shir upar rāje,

 Hāre āge agaṇit vājā vāje re... jīvan 2

Ūtaryā Govind Jamunā me nā’vā,

 Hāre āvyā Surmuni pushpe vadhāvā re... jīvan 3

Giridhar nahāy na Gopīyu gāye,

 Hāre joī Premānand vārī jāye re... jīvan 4

loading