કીર્તન મુક્તાવલી

મારું મનગમતું કરી માવ સુખડું દીધું રે

૧-૭૬૮: સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

Category: લીલાનાં પદો

પદ - ૩

મારું મનગમતું કરી માવ, સુખડું દીધું રે,

મારું મંદિરિયું મહારાજ, અક્ષર કીધું રે... ꠶ ૧

હવે રહો રસિયા દિનરાત, કરી મન હેઠું રે,

મુને મળી ચિંતામણિ શ્યામ, દુઃખ નહિ વેઠું રે... ꠶ ૨

મને સરવે સૈયરમાં શ્યામ, કીધી સમોતી રે,

મારા હૈડા કેરી હામ, સર્વે પોતી રે... ꠶ ૩

વા’લા મુજ નગણી પર નાથ, અઢળક ઢળિયા રે,

તમે એકાંતે અલબેલ, આવીને મળિયા રે... ꠶ ૪

મુને મુખથી દીધો તંબોળ, હસીને બોલાવી રે,

મારા મનની ઇચ્છા આજ, સઘળી ફાવી રે... ꠶ ૫

તમે રસિયાજી રસરીત, શું સુખ આપ્યું રે,

મુક્તાનંદ કહે મહારાજ, દુઃખડું કાપ્યું રે... ꠶ ૬

Māru mangamtu karī māv sukhḍu dīdhu re

1-768: Sadguru Muktanand Swami

Category: Leelana Pad

Pad - 3

Māru mangamtu karī māv, sukhḍu dīdhu re,

 Māru mandiriyu Mahārāj, Akṣhar kīdhu re... ° 1

Have raho rasiyā dinrāt, karī man heṭhu re,

 Mune maḷī chintāmaṇi Shyām, dukh nahi veṭhu re... ° 2

Mane sarve saiyarmā Shyām, kīdhī samotī re,

 Mārā haiḍā kerī hām, sarve potī re... ° 3

Vā’lā muj nagṇī par Nāth, aḍhaḷak ḍhaḷiyā re,

 Tame ekānte alabel, āvīne maḷiyā re... ° 4

Mune mukhthī dīdho tamboḷa, hasīne bolāvī re,

 Mārā mannī ichchhā āj, saghaḷī fāvī re... ° 5

Tame rasiyājī rasrīt, shu sukh āpyu re,

 Muktānand kahe Mahārāj, dukhḍu kāpyu re... ° 6

loading