કીર્તન મુક્તાવલી
સજની શ્રીજી મુજને સાંભર્યા રે
૧-૭૭૦: સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી
Category: લીલાનાં પદો
પદ - ૧
સજની શ્રીજી મુજને સાંભર્યા રે, હૈડે હરખ રહ્યો ઉભરાય;
નેણે આંસુની ધારા વહે રે, વિરહે મનડું વ્યાકુળ થાય.. સજની꠶ ૧
સુંદર મૂર્તિ શ્રી મહારાજની રે, સુંદર કમળ સરીખાં નેણ;
સુંદર કરતા લટકાં હાથનાં રે, સુંદર અમૃત સરીખાં વેણ... સજની꠶ ૨
શી કહું શોભા અંગોઅંગ તણી રે, નીરખી લાજે કોટિક કામ;
હસતાં હસતાં હેત વધારતા રે, એવા સુખનિધિ શ્રી ઘનશ્યામ... સજની꠶ ૩
સદા શ્વેતાંબર શ્રીજી ધારતા રે, અંબર જરકસિયાં કોઈ વાર;
ગુચ્છ કલંગી તોરા ખોસતા રે, ગજરા બાજૂ ગુલાબી હાર... સજની꠶ ૪
એ છબી જોવા તલપે આંખડી રે, મધુરાં વચન સાંભળવા કાન;
એ હરિ મળવાને હૈડું તપે રે, પ્રેમાનંદના જીવનપ્રાણ... સજની꠶ ૫
Sajanī Shrījī mujne sāmbharyā re
1-770: Sadguru Premanand Swami
Category: Leelana Pad
Pad - 1
Sajnī Shrījī mujne sāmbharyā re,
haiḍe harakh rahyo ubhrāy;
Neṇe āsunī dhārā vahe re,
virahe manḍu vyākuḷ thāy... saj 1
Sundar mūrti Shrī Mahārājnī re,
sundar kamaḷ sarīkhā neṇ;
Sundar karta laṭkā hāthnā re,
sundar amrut sarīkhā veṇ... saj 2
Shi kahu shobhā angoang taṇī re,
nīrakhī lāje koṭik kām;
Hastā hastā het vadhārtā re,
evā sukhnidhi Shrī Ghanshyām... saj 3
Sadā shvetāmbar Shrījī dhārtā re,
ambar jarkasiyā koī vār;
Guchchh kalangī torā khostā re,
gajrā bājū gulābī hār... saj 4
E chhabī jovā talape ānkhḍī re,
madhurā vachan sāmbhaḷvā kān;
E Hari maḷvāne haiḍu tape re,
Premānandnā jīvanprāṇ... saj 5