કીર્તન મુક્તાવલી

સુખની સીમા રે ગઢપુર વાસી માણે

૧-૭૭૭: સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

Category: લીલાનાં પદો

પદ - ૪

 સુખની સીમા રે, ગઢપુર વાસી માણે... ꠶ટેક

લોકડિયાની લાજે બંધાણાં, અવળાને સવળું જાણે... સુખની꠶ ૧

ખટ દર્શનમાં ખોળ્યા ન લાધે, નરહરિ નેતરાં તાણે... સુખની꠶ ૨

જે સુખને બ્રહ્મા ભવ ઇચ્છે, સુગમ થયું આ ટાણે... સુખની꠶ ૩

વેદિયા વાદ કરી કરી થાક્યા, અગમ અગાધ વખાણે... સુખની꠶ ૪

ચતુરાઈએ સ્વપ્નમાં નાવે, ન મળે નટવર નાણે... સુખની꠶ ૫

મુક્તાનંદ એ મર્મ અલૌકિક, પ્રેમી ઉરમાં આણે... સુખની꠶ ૬

Sukhnī sima re Gaḍhpur vāsī māṇe

1-777: Sadguru Muktanand Swami

Category: Leelana Pad

Pad - 4

  Sukhnī sima re Gaḍhpur vāsī māṇe...

Lokaḍiyānī lāje bandhānā, avḷāne savḷu jāṇe... sukh 1

Khaṭ darshanmā khoḷyā na lādhe narhari netrā tāṇe... sukh 2

Je sukhne Brahmā bhav īchchhe, sugam thayu ā tāṇe... sukh 3

Vediyā vād karī karī thākyā, agam agādh vakhāṇe... sukh 4

Chaturāīe svapnāmā nāve, na maḷe Naṭvar nāṇe... sukh 5

Muktānand e marma alaukik, premī urmā āṇe... sukh 6

loading