કીર્તન મુક્તાવલી
રાજે ગઢપુર મહારાજ પૂરણ બ્રહ્મ પરમાત્મા જો
૧-૭૮૬: સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી
Category: લીલાનાં પદો
રાજે ગઢપુર મહારાજ, પૂરણ બ્રહ્મ પરમાત્મા જો;
આવ્યા ગરીબ નિવાજ, એ તો અક્ષરના આતમા જો... ૧
છાયો પ્રબળ પ્રતાપ, કહ્યો નવ જાય રસના જો;
કીધો અધર્મ ઉથાપ, વાગ્યા ડંકા અતિ જશના જો... ૨
માર્યા અસુર અપાર, કામ ક્રોધાદિક વાંકડા જો;
સુર અસુર નર નાર, જેને આગે સહુ રાંકડા જો... ૩
મત પંથને માથે મેખ, મારી લીધા જન છોડવી જો;
મુંડ્યા કંઈક ગુરુ ભેખ, પાડ્યા મહંતને ગોડવી જો... ૪
આપી પરચા અનૂપ, માયિક મતને ઉખાડિયાં જો;
જીવ માયા બ્રહ્મ રૂપ, જથારથ તે દેખાડિયાં જો... ૫
સમાધિમાં સહુ ધામ, દેખાડ્યાં નર નારને જો;
એવા સહજાનંદ શ્યામ, પ્રગટ્યા પ્રેમાનંદ કારણે જો... ૬
Rāje Gaḍhpur Mahārāj pūraṇ Brahma Paramātmā jo
1-786: Sadguru Premanand Swami
Category: Leelana Pad
Rāje Gaḍhpur Mahārāj, pūraṇ Brahma Paramātmā jo;
Āvyā garīb nīvāj, e to Aksharnā ātmā jo... 1
Chhāyo prabaḷ pratāp, kahyo nav jāy rasnā jo;
Kīdho adharma uthāp, vāgyā ḍankā ati jashna jo... 2
Māryā asur apār, kām krodhādik vānkḍā jo;
Sur asur nar nār, jene āge sahu rānkḍā jo... 3
Mat panthne mathe mekh, mārī lidhā jan chhoḍvī jo;
Munḍyā kaīk guru bhekh, pāḍyā mahantne goḍvī jo... 4
Āpī parchā anūp, mayik matne ukhāḍiyā jo;
Jīva māyā Brahma rūp, jathārath te dekhāḍiyā jo... 5
Samādhimā sahu Dhām, dekhāḍyā nar nārne jo;
Evā Sahajānand Shyām, pragaṭyā Premānand kāraṇe jo... 6