કીર્તન મુક્તાવલી
સુણો ચતુર સુજાણ એમ ન ઘટે રે
૧-૭૮૯: સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી
Category: લીલાનાં પદો
સુણો ચતુર સુજાણ, એમ ન ઘટે રે તમને દીનાનાથજી;
મારા પ્રાણના આધાર, જેમ રાખો તેમ રહીએ વચનને સાથજી... ꠶ટેક
અમે તમ કારણ સહ્યાં મેણાં, નાથ નીરખવા ને સુણવા વેણાં;
અમે તૃપ્ત નવ કીધાં નેણાં... સુણો꠶ ૧
અમે લોકલાજ કુળની લોપી, કહેવાયા ગિરધરની ગોપી;
અમે તમ કારણ પહેરી ટોપી... સુણો꠶ ૨
પહેલી પ્રીત કરી શીદને આગે, દૂધ દેખાડીને માર્યા ડાંગે;
પછી તેને તે કેવું વસમું લાગે... સુણો꠶ ૩
કાંઈ દયા આવો તો દર્શન દેજો, નહિ તો અખંડ અંતરમાં રહેજો;
એમ શ્રીરંગના સ્વામીને કહેજો... સુણો꠶ ૪
Suṇo chatur sujāṇ em na ghaṭe re
1-789: Sadguru Brahmanand Swami
Category: Leelana Pad
Suṇo chatur sujāṇ, em na ghaṭe re tamne Dīnānāthjī;
Mārā prāṇnā ādhār, jem rākho tem rahīe vachanne sāthjī...
Ame tam kāraṇ sahyā meṇā,
Nāth nīrakhvā ne suṇvā veṇā;
Ame trupta nav kīdhā neṇā... suṇo 1
Ame loklāj kuḷnī lopī,
kahevāyā Girdharnī Gopī;
Ame tam kāraṇ paherī ṭopī... suṇo 2
Pahelī prīt karī shīdne āge,
dūdh dekhāḍīne māryā ḍānge;
Pachhī tene te kevu vasmu lāge... suṇo 3
Kāī dayā āve to darshan dejo,
nahi to akhanḍ antarmā rahejo;
Em Shrīrangnā Swāmīne kahejo... suṇo 4