કીર્તન મુક્તાવલી
વાતલડી રો’ ને રાતલડી વા’લા પૂછું એક વાતલડી
૧-૭૯૪: સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી
Category: લીલાનાં પદો
વાતલડી રો’ ને રાતલડી વા’લા પૂછું એક વાતલડી... ꠶ટેક
પીતાંબર સાટે મારા પ્રીતમ, સાડી લાવ્યા નવી ભાતલડી... ꠶ ૧
મોરલડી લઈને મનમોહન, દીધું વેલણ કોણે દાતલડી... ꠶ ૨
જેને ઘેર રજની તમે જાગ્યા, કોણ હતી તેની જાતલડી... ꠶ ૩
બ્રહ્માનંદ કહે સંશય થયો નહીં, ધન્ય છે તમારી છાતલડી... ꠶ ૪
Vātalḍī ro’ ne rātalḍī vā’lā puchhu ek vātalḍī
1-794: Sadguru Brahmanand Swami
Category: Leelana Pad
Vātalḍī ro’ ne rātalḍī,
vā’lā puchhu ek vātalḍī...
Pitāmbar sāṭe mārā Prītam,
sādī lāvyā navī bhātalḍī... 1
Moralḍī laīne Manmohan,
dīdhu velaṇ koṇe dātalḍī... 2
Jene gher rajnī tame jāgyā,
koṇ hati tenī jātalḍī... 3
Brahmānand kahe sanshay thayo nahī,
dhanya chhe tamārī chhātalḍī... 4