કીર્તન મુક્તાવલી

રૂડું સ્વામિનારાયણ નામ નિત્ય સંભારીએ રે

૧-૮૧: મૂળજી ભક્ત

Category: પ્રભાતિયાં

રાગ: ભૈરવી

રૂડું સ્વામિનારાયણ નામ, નિત્ય સંભારીએ રે;

 વળી કરતાં ઘરનું કામ, ઘડી ન વિસારીએ રે... ટેક

ધર્મસુતનું ધ્યાન જ ધરતાં, વાર નહિ ભવસાગર તરતાં;

 હરતાં ફરતાં હરિને હૈયે ધારીએ રે... રૂડું꠶ ૧

દુઃખ પડે દિલગીર ન થાવું, સુખ મળે હરખાઈ ન જાવું;

 સદાય હિંમત હૈયેથી નવ હારીએ રે... રૂડું꠶ ૨

સંસાર છે સુખદુઃખનો દરિયો, તેમાં તરી શકે કોઈક જ તરિયો;

 સંત સમાગમ કરીને મનને મારીએ રે... રૂડું꠶ ૩

સ્મરણ કરતાં સુખ જ થાશે, ફોગટનો ફેરો ટળી જાશે;

 મૂળજી કહે મહારાજ મુજને તારીએ રે... રૂડું꠶ ૪

Rūḍu Swāminārāyaṇ nām nitya sambhārīe re

1-81: Mulji Bhakta

Category: Prabhatiya

Raag(s): Bhairavi

Rūḍu Swāminārāyaṇ nām, nitya sambhārīe re;

 Vaḷī kartā gharnu kām, ghaḍī na visārīe re...

Dharmasutnu dhyān ja dhartā,

 Vār nahī bhavsāgar tartā;

Hartā fartā Harine haiye dhārīe re... rūḍu 1

 Dukh paḍe dilgīr na thāvu,

Sukh maḷe harkhāī na jāvu;

 Sadāy himmat haiyethī nav hārīe re... rūḍu 2

Sansār chhe sukh-ḍukhno dariyo,

 Temā tarī shake koīk ja tariyo;

Sant samāgam karīne manne mārīe re... rūḍu 3

 Smaraṇ kartā sukh ja thāshe,

Fogaṭno fero ṭaḷī jāshe;

 Muḷjī kahe Mahārāj mujne tārīe re... rūḍu 4

loading