કીર્તન મુક્તાવલી
અધમ ઉદ્ધારણ અવિનાશી તારા
૧-૮૩: સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી
Category: પ્રભાતિયાં
પદ - ૧
અધમ ઉદ્ધારણ અવિનાશી તારા, બિરુદની બલિહારી રે;
ગ્રહી બાંહ્ય છોડો નહિ ગિરિધર, અવિચળ ટેક તમારી રે... ꠶ટેક
ભરી સભામાં ભૂધરજી તમે, થયા છો માડી મારી રે;
બેટાને હેતે બોલાવો, અવગુણિયા વિસારી રે... અધમ꠶ ૧
જેવો તેવો (તોય) પુત્ર તમારો, અણસમજુ અહંકારી રે;
પેટ પડ્યો તે અવશ્ય પાળવો, વા’લમ જુઓને વિચારી રે... અધમ꠶ ૨
અનળ અહિ જો ગ્રહે અજાણે, તો છોડાવે રોવારી રે;
બાળકને જનની સમ બીજું, નહિ જગમાં હિતકારી રે... અધમ꠶ ૩
બ્રહ્માનંદની એ જ વિનંતી, મન ધારીએ મુરારી રે;
પ્રીત સહિત દર્શન પરસાદી, જોયે સાંજ સવારી રે... અધમ꠶ ૪
Adham uddhāraṇ Avināshī tārā
1-83: Sadguru Brahmanand Swami
Category: Prabhatiya
Pad - 1
Adham uddhāraṇ Avināshī tārā,
Birudnī balihārī re;
Grahī bāhya chhoḍo nahī Giridhar,
Avichaḷ ṭek tamārī re...
Bhari sabhāmā Bhūdharjī tame,
Thayā chho māḍi mārī re;
Beṭāne hete bolāvo,
Avguṇiyā visārī re... adham 1
Jevo tevo (toy) putra tamāro,
Aṇsamju ahamkārī re;
Peṭ padyo te avashya pāḷvo,
Vā’lam juone vichārī re... adham 2
Anaḷ ahi jo grahe ajāṇe,
To chhoḍāve rovārī re;
Bāḷakne jananī sam bīju,
Nahi jagmā hitkārī re... adham 3
Brahmānandnī ej vinantī,
Man dhārīe Murārī re;
Prīt sahit darshan parsādī,
Joye sānj savārī re... adham 4