કીર્તન મુક્તાવલી
સહજાનંદ હરિ પ્રગટ થયા સહજાનંદ હરિ
૧-૮૩૫: સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી
Category: પ્રકીર્ણ પદો
પદ - ૧
સહજાનંદ હરિ, પ્રગટ થયા સહજાનંદ હરિ... ꠶ટેક
વ્યાસ મુનિએ પૂર્વે જે કહી’તી, તે વાત સાચી ઠરી... પ્રગટ꠶ ૧
કૌશલ દેશમાં પ્રગટ્યા પોતે, દ્વિજકુળ દેહ ધરી... પ્રગટ꠶ ૨
અધર્મ કેરાં મૂળ ઉખાડી, સદ્ધર્મ સ્થાપ્યો ફરી... પ્રગટ꠶ ૩
નિષ્કુળાનંદ કહે દુર્ગપુર આવ્યા, નીરખ્યા મેં નેણાં ભરી... પ્રગટ꠶ ૪
Sahajānand Hari pragaṭ thayā Sahajānand Hari
1-835: Sadguru Nishkulanand Swami
Category: Prakirna Pad
Pad - 1
Sahajānand Hari, pragaṭ thayā Sahajānand Hari... °ṭek
Vyās munie pūrve je kahī’tī, te vāt sāchī ṭharī... Pragaṭ° 1
Kaushal deshmā pragaṭyā pote, dvijkuḷ deh dharī... Pragaṭ° 2
Adharma kerā mūḷ ukhāḍī, saddharma sthāpyo farī... Pragaṭ° 3
Niṣhkuḷānand kahe Durgpur āvyā, nīrakhyā me neṇā bharī... Pragaṭ° 4