કીર્તન મુક્તાવલી
સમરથ શું ન કરે રે પ્રભુ પલમાં ચાહે સો કરે રે
૧-૮૫૫: અજાણ્ય
Category: પ્રકીર્ણ પદો
સમરથ શું ન કરે રે, પ્રભુ પલમાં ચાહે સો કરે રે... ꠶ટેક
મહેલ ઠેકાણે ધૂળના ઢગલા, જંગલમાં વસાવે† બંગલા,
જલ થલ પલટ કરે રે... પ્રભુ꠶ ૧
છત્રપતિને ભિક્ષા મંગાવે, રંકને વા’લો રાય બનાવે,
ધાર્યું કરે ને કરાવે રે... પ્રભુ꠶ ૨
મુખમાં જશોદાને બ્રહ્માંડ બતાવ્યું, નરસિંહ રૂપ વા’લે નવું નીપજાવ્યું,
નાથ્યો નાગ જમુના તીરે રે... પ્રભુ꠶ ૩
ગિરિવર કર ગોવર્ધન ધાર્યો, વા’લે વ્રજનો દેશ ઊગાર્યો,
તાર્યો પથ્થર તરે રે... પ્રભુ꠶ ૪
પાંડવ નારીને નવસેં નવ્વાણું, ચીર પૂર્યાં ચૂક્યા નહીં ટાણું,
સત્યની સહાયતા કરે રે... પ્રભુ꠶ ૫
પલમાં હસાવે પલમાં રડાવે, અકળ કળા કાંઈ કળ્યામાં નાવે,
દુર્લભ હરિ સમરે રે... પ્રભુ꠶ ૬
†ઉઠાવે
Samrath shu na kare re Prabhu palmā chāhe so kare re
1-855: unknown
Category: Prakirna Pad
Samrath shu na kare re,
Prabhu palmā chāhe so kare re...
Mahel ṭhekāṇe dhuḷnā ḍhaglā,
jangalmā vasāve banglā,
Jal thal palaṭ kare re... Prabhu 1
Chhtrapatine bhikshā mangāve,
rankne vā’lo rāy banāve,
Dhāryu kare ne karāve re... Prabhu 2
Mukhmā Jashodāne brahmānḍ batāvyu,
Narsinh rūp vā’le navu nīpjāvyu,
Nāthyo nāg Jamunā tire re... Prabhu 3
Girivar kar Govardhan dhāryo,
vā’le Vrajno desh ūgāryo,
Tāryo patthar tare re... Prabhu 4
Pānḍav nārīne navse navvāṇu,
chīr pūryā chukyā nahi ṭāṇu,
Satyanī sahāytā kare re... Prabhu 5
Palmā hasāve palmā raḍāve,
akaḷ kaḷā kāī kaḷyāmā nāve,
Durlabh Hari samre re... Prabhu 6