કીર્તન મુક્તાવલી
શ્રી સારંગપુરની શોભા સજી અતિ સારી
૨-૮૬: મોતીદાસ
Category: શ્રીહરિનાં પદો
શ્રી સારંગપુરની શોભા સજી અતિ સારી
જોઈ અલૌકિક અદ્ભુત ધામ અવિકારી... ꠶ટેક
હરિ મંદિર મધ્યે મુક્ત મનોહર શોભે
ધરી ધ્યાન સંત મહંત જોઈ મન લોભે... શ્રી꠶ ૧
અતિ રમણીય મધ્યના મંદિરમાં સુખકારી
સ્વામિનારાયણ શોભે છે નવલ વિહારી... શ્રી꠶ ૨
મૂળ અક્ષર મૂર્તિ એ જ ગુણાતીત સ્વામી
તેથી પર જે (શ્રી) પુરુષોત્તમ સહજાનંદ નામી†... શ્રી꠶ ૩
જેનું ભજન કરે સતસંગી સહુ ભલી ભાતે
તેથી જાંગી વગાડી બેઠા ઉલટ ધરી ખાંતે... શ્રી꠶ ૪
નિજ ધાર્યું કર્યું આજ અન્ય (ધામ) સ્વરૂપે મુરારી
મહામુક્ત ગોપાળાનંદ જોઈ જાઉં વારી... શ્રી꠶ ૫
રાજે દક્ષિણ દેરે હરિકૃષ્ણ અવતારી
સાથે ગોપીનાથજી શોભે મુકુંદ બ્રહ્મચારી... શ્રી꠶ ૬
ઓપે ઉત્તર દેરે ભક્તિ ધરમ ઘનશ્યામ
શ્રીરઘુવીરજી અયોધ્યાપ્રસાદજી સુખધામ... શ્રી꠶ ૭
બેઠા ધામ ધામધામી મહામુક્ત સહુ છે સાથે
અહો ધામ બન્યું બ્રહ્માંડમાં સહુને માથે... શ્રી꠶ ૮
આજ હરિજન જય જય જય જય શબ્દ ઉચ્ચારે
ઉર આનંદમાં મન મગન બન્યા છે અત્યારે... શ્રી꠶ ૯
જેને ઉપાસના દૃઢ સ્વામિનારાયણની છે
મને હરખ ઘણેરો આનંદ અંગ માંહી છે... શ્રી꠶ ૧૦
જીવાખાચરને વર આપ્યો’તો શ્રીનાથે
તે પૂરો કર્યો છે આજ સ્વામીના હાથે... શ્રી꠶ ૧૧
જે બને ન બીજા કોઈ થકી આ કામ
સ્વામીરૂપે કામ કર્યું એ શ્રી ઘનશ્યામ... શ્રી꠶ ૧૨
તેથી સારંગપુરનો મહિમા અલૌકિક ભારી
કહેતાં લખતાં કોટિ કવિઓ જાય હારી... શ્રી꠶ ૧૩
સંત સર્વોપરિ બ્રહ્મવિદ્યાના બોધ દે છે
સહુ સતસંગીઓની સાથ ‘મોતી’ પણ લે છે... શ્રી꠶ ૧૪
†ધામી
Shri Sārangpurnī shobhā sajī ati sārī
2-86: Motidas
Category: Shri Harina Pad
Shri Sārangpurnī shobhā sajī ati sārī,
Joī alaukik adbhut Dhām avikārī...
Hari mandir madhye mukta manohar shobhe,
Dharī dhyān sant mahant jo†ī man lobhe... Shrī 1
Ati ramaṇīy madhyanā mandirmā sukhkārī,
Swāminārāyaṇ shobhe chhe naval vihārī... Shrī 2
Mūḷ Akshar mūrti e ja Guṇātīt Swāmī,
Tethī par je (Shrī) Purushottām Sahajānand nāmī†... Shrī 3
Jenu bhajan kare satsangī sahu bhalī bhāte,
Tethī jāngī vagāḍī beṭhā ulaṭ dharī khānte... Shrī 4
Nij dhāryu karyu āj anya (Dhām) swarūpe Murārī,
Mahāmukta Gopāḷānand joī jāu vārī... Shrī 5
Rāje dakshiṇ dere Harikrishṇa avatārī,
Sāthe Gopīnāthjī shobhe Mukund Brahmachārī... Shrī 6
Ope uttār dere bhakti dharam Ghanshyām,
Shrī Raghuvīrjī Ayodhyāprasādjī sukhdhām... Shrī 7
Beṭhā dhām Dhāmdhāmī mahāmukta sahu chhe sāthe,
Aho Dhām banyu brahmānḍmā sahune māthe... Shrī 8
Āj harijan jay jay jay jay shabda uchchāre,
Ur ānandmā man magan banyā chhe atyāre... Shrī 9
Jene upāsanā dradh Swāminārāyaṇnī chhe,
Mane harakh ghaṇero ānand ang māhī chhe... Shrī 10
Jīvā Khācharne var āpyo’to Shrīnāthe,
Te pūro karyo chhe āj Swāmīnā hāthe... Shrī 11
Je bane na bījā koī thakī ā kām,
Swāmīrūpe kām karyu e Shrī Ghanshyām... Shrī 12
Tethī Sārangpurno mahimā alaukik bhārī,
Kahetā lakhtā koṭi kavio jāy hārī... Shrī 13
Sant sarvopari brahma-vidyānā bodh de chhe,
Sahu satasangīonī sāth ‘Motī’ paṇ le chhe... Shrī 14
†dhāmī