કીર્તન મુક્તાવલી

ચાલો ચાલો જીરણગઢ આજ રે

૧-૯૧૪: અખંડાનંદ મુનિ

Category: ગુણાતીતાનંદ સ્વામીનાં પદો

પદ - ૪

ચાલો ચાલો જીરણગઢ આજ રે... સતસંગ કરવાને

મોટા મોટા આવે છે મુનિરાજ રે... સતસંગ꠶ ૧

નિત્ય બ્રહ્મ નિરૂપણ થાય રે... સતસંગ꠶

હરિજન સૌ આવી ભરાય રે... સતસંગ꠶ ૨

ભલો બન્યો છે આજ બનાવ રે... સતસંગ꠶

ફરી આવો ન આવે લા’વ રે... સતસંગ꠶ ૩

તિયાં આનંદ ઉચ્છવ થાય રે... સતસંગ꠶

મુનિ અખંડાનંદ નિત્ય જાય રે... સતસંગ꠶ ૪

Chālo chālo Jiraṇgaḍh āj re

1-914: Akhandanand Muni

Category: Gunatitanand Swami

Pad - 4

Chālo chālo Jiraṇgaḍh āj re... satsang karvāne

 Moṭā moṭā āve chhe munirāj re... satsang 1

Nitya Brahma nirūpaṇ thāy re... satsang

 Harijan sau āvī bharāy re... satsang 2

Bhalo banyo chhe āj banāv re... satsang

 Farī āvo na āve lā’v re... satsang 3

Tiyā ānand uchchhav thāy re... satsang

 Muni Akhanḍānand nitya jāy re... satsang 4

loading