કીર્તન મુક્તાવલી
સખી જુઓ આ સ્વામી પુરુષોત્તમ પામી
૧-૯૩૯: મોતીદાસ
Category: શાસ્ત્રીજી મહારાજનાં પદો
સખી! જુઓ આ સ્વામી, પુરુષોત્તમ પામી,
રાખી ના ખામી, સૌના એ પૂરણકામ;
છે એ અંતરજામી, ગુણોના ગામી,
સંતોના સ્વામી, સૌના એ પૂરણકામ... ꠶ટેક
પરમ એકાંતિક સંતને સેવી, પામિયા પ્રૌઢ પ્રતાપ;
એકાંતિકપણું પામીને પોતે, સર્વે પર મારી છાપ રે... ૧
અગણિત પ્રતાપ ઐશ્વર્ય વાપર્યું, સ્વામીજીએ આ વાર;
શેષ સહસ્ર મુખે પાર ન પાવે, તો હું કોણ માત્ર કહેનાર રે... ૨
સ્વામીજીએ જે કારણ ધાર્યો, ભૂમિ ઉપર અવતાર;
તે દાખડો આપે સુફળ કરી, ઉપાડી લીધો ભાર રે... ૩
અજ્ઞાનના અંધકારને ટાળ્યો, ને સ્થાપ્યો એકાંતિક ધર્મ;
ઉપાસના દશોદિશ વરતાવી, મતિમંદ ન જાણે એ મર્મ રે... ૪
સંગ કરોને આ સંગી છે, આપણા આતમમાં રહેનાર;
ઘણા કાળની ભૂલને ટાળો, હેતેથી કામ થનાર રે... ૫
સેવે ભેગો રહે કહે તેમ કરે, તોય કારણ દેહ ન જાય;
નિર્દોષ, સર્વજ્ઞ, અંતરાય ટાળે, તો બ્રહ્મદેહ પમાય રે... ૬
ચેતનહારા ચેતજો ને, આવો ન આવે દાવ;
શ્રીજી અંતર્ધાન થયા પછી, મોટા મુનિને થયો પસ્તાવ રે... ૭
દૃષ્ટિ સાથે દૃષ્ટિ સાંધીને, લ્યોને દર્શનનો દાવ;
મોતીના સ્વામીના હાથમાં દીધી, કૂંચી કલ્યાણની માવ રે... ૮
Sakhī Juo ā Swāmī Puruṣhottam pāmī
1-939: Motidas
Category: Shastriji Maharajna Pad
Sakhī! Juo ā Swāmī, Puruṣhottam pāmī,
Rākhī nā khāmī, saunā e pūraṇkām;
Chhe e antarjāmī, guṇonā gāmī,
Santonā Swāmī, saunā e pūraṇkām... °ṭek
Param ekāntik santne sevī, pāmiyā prauḍh pratāp;
Ekāntikpaṇu pāmīne pote, sarve par mārī chhāp re... 1
Agaṇit pratāp aishvarya vāparyu, Swāmījīe ā vār;
Sheṣh sahasra mukhe pār na pāve, to hu koṇ mātra kahenār re... 2
Swāmījīe je kāraṇ dhāryo, bhūmi upar avatār;
Te dākhaḍo āpe sufaḷ karī, upāḍī līdho bhār re... 3
Agnānnā andhakārne ṭāḷyo, ne sthāpyo Ekāntik Dharma;
Upāsanā dashodish varatāvī, matimand na jāṇe e marma re... 4
Sang karone ā sangī chhe, āpaṇā ātammā rahenār;
Ghaṇā kāḷnī bhūlne ṭāḷo, hetethī kām thanār re... 5
Seve bhego rahe kahe tem kare, toy kāraṇ deh na jāy;
Nirdoṣh, sarvagn, antarāy ṭāḷe, to brahmadeh pamāy re... 6
Chetanhārā chetajo ne, āvo na āve dāv;
Shrījī antardhān thayā pachhī, moṭā munine thayo pastāv re... 7
Draṣhṭi sāthe draṣhṭi sāndhīne, lyone darshanno dāv;
Motīnā Swāmīnā hāthmā dīdhī, kūnchī kalyāṇnī māv re... 8