કીર્તન મુક્તાવલી

મારાં ઉદય થયાં છે ભાગ્ય આજ બહુ ભારી

૧-૯૪૮: ફતેહસિંહ

Category: શાસ્ત્રીજી મહારાજનાં પદો

મારાં ઉદય થયાં છે ભાગ્ય આજ બહુ ભારી,

 શ્રી અક્ષર પુરુષોત્તમજી નયણે નિહાળી... મારાં꠶ટેક

જે છે અનાદિ અક્ષર તે જ ગુણાતીત સ્વામી,

 પોતે પૂરણ પુરુષોત્તમ સહજાનંદ ધામી... મારાં꠶ ૧

કેવી સરસ શોભે છે જોડ મહાસુખકારી,

 પંડે સ્વામી તે શ્રીજીની પાસ ધરી રહ્યા ઝારી... મારાં꠶ ૨

મહામુક્ત કોટિના આધાર અક્ષર તે સ્વામી,

 પોતે પૂરણ પુરુષોત્તમ નારાયણ નામી... મારાં꠶ ૩

એમ સારંગપુરમાં સ્વામિનારાયણ શોભે,

 જોઈ જુગલ મૂર્તિનું રૂપ ‘ફતેહસિંહ’ લોભે... મારાં꠶ ૪

Mārā uday thayā chhe bhāgya āj bahu bhārī

1-948: Fatehsinha

Category: Shastriji Maharajna Pad

Mārā uday thayā chhe bhāgya āj bahu bhārī,

 Shrī Akshar Purushottamjī nayaṇe nihāḷī...

Je chhe anādi Akshar te ja Guṇātīt Swāmī,

 Pote Pūraṇ Purushottam Sahajānand Dhāmī... mārā 1

Kevī saras shobhe chhe joḍ mahāsukhkārī,

 Panḍe Swāmī te Shrījīnī pās dharī rahyā jhārī... mārā 2

Mahāmukta koṭinā ādhār Akshar te Swāmī,

 Pote Pūraṇ Purushottam Nārāyaṇ nāmī... mārā 3

Em Sārangpurmā Swāminārāyaṇ shobhe,

 Joī jugaḷ mūrtinu rūp ‘Fatehsih’ lobhe... mārā 4

loading