કીર્તન મુક્તાવલી
સારંગપુરમાં વા’લો પ્રગટ બિરાજે
૧-૯૪૯: શંકરદાસ
Category: શાસ્ત્રીજી મહારાજનાં પદો
સારંગપુરમાં વા’લો પ્રગટ બિરાજે મેં તો દીઠા છે નયણે નિહાળી,
હો હો પ્રગટ પ્રભુજી꠶ ટેક
અનંતકોટી સૂર્ય અંગે સમાતા એવા દીઠા મેં શ્યામ વિહારી,
હો હો દીઠા મેં શ્યામ વિહારી, હો હો પ્રગટ પ્રભુજી꠶ ૧
અદ્ભુત લીલા મારે નયણે નિહાળી, મારા તનડામાં લાગેલ તાળી,
હો હો તનડામાં લાગેલ તાળી, હો હો પ્રગટ પ્રભુજી꠶ ૨
ઊંચાં શિખરનાં વા’લે મંદિર બંધાવ્યાં, વા’લે જગમાં તે આણ ફરકાવી,
હો હો જગમાં તે આણ ફરકાવી, હો હો પ્રગટ પ્રભુજી꠶ ૩
અધર્મનો વા’લે નાશ કરીને, વ્હાલે ધર્મ ધજા ફરકાવી,
હો હો ધર્મ ધજા ફરકાવી, હો હો પ્રગટ પ્રભુજી꠶ ૪
સ્વામીશ્રીજી આવી સંતમાં બિરાજ્યા, એવા યજ્ઞપુરુષમાં આવી,
હો હો યજ્ઞપુરુષમાં આવી, હો હો પ્રગટ પ્રભુજી꠶ ૫
તમ વિના તો મારે ઘડીયે ન ચાલે, મારા હૃદિયામાં રહેજો સમાઈ,
હો હો હૃદિયામાં રહેજો સમાઈ, હો હો પ્રગટ પ્રભુજી꠶ ૬
દાસ ‘શંકરના’ સ્વામી સલૂણા, તમે લેજો સૌને ઉગારી,
હો હો તમે લેજો સૌને ઉગારી, હો હો પ્રગટ પ્રભુજી꠶ ૭
Sārangpurmā vā’lo pragaṭ birāje
1-949: Shankardas
Category: Shastriji Maharajna Pad
Sārangpurmā vā’lo pragaṭ birāje,
me to dīṭhā chhe nayaṇe nihāḷī,
Ho ho pragaṭ Prabhujī...
Anantkoṭi sūrya ange samātā,
evā dīṭhā me Shyām vihārī,
Ho ho dīṭhā me Shyām vihārī,
Ho ho pragaṭ Prabhujī... 1
Adbhut līlā māre nayaṇe nihāḷī,
mārā tanḍāmā lāgel tāḷī,
Ho ho tanḍāmā lāgel tāḷī,
Ho ho pragaṭ Prabhujī... 2
Ūnchā shīkharnā vā’le mandir bandhāvyā,
vā’le jagmā te āṇ farkāvī,
Ho ho jagmā te āṇ farkāvī,
Ho ho pragaṭ Prabhujī... 3
Adharmano vā’le nāsh karīne,
vahāle dharma dhajā farkāvī,
Ho ho dharmadhajā farkāvī,
Ho ho pragaṭ Prabhujī... 4
Swāmī Shrījī āvī santmā birājyā,
evā Yagnapurushmā āvī,
Ho ho Yagnapurushmā āvī,
Ho ho pragaṭ Prabhujī... 5
Tam vinā to māre ghaḍīye na chāle,
mārā hradiyāmā rahejo samāī,
Ho ho hradiyāmā rahejo samāī,
Ho ho pragaṭ Prabhujī... 6
Dās ‘Shankarnā’ Swāmī salūṇā,
tame lejo saune ugārī;
Ho ho tame lejo saune ugārī,
Ho ho pragaṭ Prabhujī... 7